Morbi,તા.23
ઢુવા નજીક નશાની હાલતમાં ચાલીને જતો યુવાન પડી જતા માથામાં ઈજા પહોંચતા મોત થયું હતું બનાવ અંગે પોલીસે વધુ તપાસ ચલાવી છે
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ઢુવા ગામની સીમમાં સનહાર્ટ સિરામિકમાં કામ કરતા શિવ સંજુભાઈ માવી (ઉ.વ.૩૦) નામના યુવાન ગત તા. ૨૧ ના રાત્રીના સમયે દારૂ પી ગયો હતો અને નશાની હાલતમાં ચાલીને જતો હતો ત્યારે પડી જતા માથામાં પાછળના ભાગે ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે