બાળકો સાથે ટ્રોલીમાં રમતી ક્રિષ્ના પડી જતા માથામાં લાગેલ પથ્થરની ઇજા જીવલેણ નીવડી
Chotila,તા.24
ચોટીલા તાબાના મોલડી પોલીસ મથકની હદ માં આવેલ મેવાસા ગામે ટ્રેક્ટરની ટ્રોલીમાં રમતા રમતા નીચે પડી ગયેલી ચાર વર્ષની બાળકીનું માથામાં ગંભીર ઇજાના કારણે સારવાર કારગત નીવડે તે પહેલા જ તેનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ મેવાસા ના દિનેશભાઈ જાદવ ના ઘર પાસે પડેલી તેમના મિત્રની ટ્રેક્ટરની ટ્રોલીમાં ગઈકાલે સાંજે બાળકો રમી રહ્યા હતા તેમાં દિનેશભાઈ ની ચાર વર્ષની પુત્રી ક્રિષ્ના રમતા રમતા નીચે પડી જતા માથામાં પથ્થર લાગતા ક્રિષ્ના બેભાન થઇ ઢળી પડી હતી તેને તાત્કાલિક કુવાડવા સરકારી હોસ્પિટલ માં લઈ ગયા બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવી હતી ત્યાં મોડી રાત્રે ચાર વાગે ક્રિષ્ના એ અંતિમ શ્વાસ લીધા હતા દિનેશભાઈ જાદવ ખેતી કામ કરે છે અને ત્રણ બાળકોમાં ક્રિષ્ના નાની હતી, આ બનાવ અંગે ચોટીલા પોલીસે તપાસ હાથ ધરી છે