New Delhi તા.25
ભારતીય નૌકાદળની પ્રહારક અને સંરક્ષક ક્ષમતા વધારવા એક બાદ એક નવા યુદ્ધ જહાજો નેવીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે તેમાં હવે દેશની સર્વપ્રથમ સ્વદેશી સબમરીન વિરોધી યુદ્ધ જહાજ જેને સાઈલન્ટ હંટર તરીકે પણ ઓળખવામાં આવે છે તે આઈએનએસ મહે ને સામેલ કરવામાં આવ્યું છે.
આ એન્ટીસબમરીન વોર ફેર શેલોવોટર ક્રાફટ એ નૌકાદળને મળતા જ દેશની જળસુરક્ષામાં મોટી સફળતા મળશે અને તેની લડાયક ક્ષમતા પણ વધશે. પશ્ચિમી નૌસેનાના કમાંડર ઈન ચીફ વાઈટ એડમીરલ કૃષ્ણ સ્વામીનાથન તરફથી આયોજીત આ સમારોહમાં ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પણ સામેલ હતા. આઈએનએસ માહે એ પાણીનુ લડાયક વિમાન પણ ગણવામાં આવે છે .
અને તે અત્યંત ઝડપથી હુમલો કરી શકે છે તેથી તેને ચપળ અને મૌન શિકારી તરીકે ઓળખવામાં આવે છે તેની 80 ટકાથી વધુ સામગ્રી ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે અને તે દેશના પશ્ચિમી ક્ષેત્રમાં સુરક્ષા માટે મહત્વની ભૂમિકા ભજવશે. આ યુદ્ધ જહાજ તેના ફાયર પાવર અને ઘાતક ટેકનોલોજી તેમજ ઝડપ માટે અત્યંત જાણીતી છે.
જેને એન્ટીસબમરીન કામગીરી સોંપવામાં આવે છે. ઉંડા પાણીમાં તે સબમરીનને શોધીને તેને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે અને તેની સોનાર ટેકનોલોજી દુર દુર રહેલી સબમરીનને પણ ઓળખી શકે છે તથા ટોર્પીડો અને રોકેટ લોન્ચર જેવા હથિયારોથી સજજ હોય છે જેના કારણે તે યુદ્ધ સમયે અત્યંત મહત્વપૂર્ણ સાબીત થશે.
એટલું જ નહી દુશ્મન દેશોના યુદ્ધ જહાજોને આગળ વધતા અટકાવવા જે રીતે સમુદ્રી સુરંગો બિછાવવામાં આવે છે તે કામગીરી પણ આ યુદ્ધ જહાજ કરી શકશે. આ યુદ્ધ જહાજને સમુદ્રમાં તરતા મુકતા સમયે ભારતીય ભૂમિદળના વડા જનરલ દ્વિવેદીએ કહ્યું કે આ યુદ્ધ જહાજનું નિર્માણ ભારતની ક્ષમતાનું પ્રમાણપત્ર છે અને ટેકનોલોજી એ દેશમાં જે રીતે વિકસી છે તેને નવી ક્ષમતા મળશે.

