ઘણા લોકો મોડે સુધી જાગવાને સિદ્ધિ ગણાવતા હોય છે. નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે, રાત્રે મોડે સુધી જાગવું એ અનેક રોગોને આડકતરું આમંત્રણ છે.
જ્યારે આ પ્રોટીન્સ લાંબા સમય સુધી આ પ્રવૃતિ કરે છે ત્યારે તે રક્તવાહિનીઓને નુકસાન પહોચાડી શકે છે અને હૃદય સંબંધિત સમસ્યાઓ જેવી કે હાર્ટ ફેલ્યોર, કોરોનરી આર્ટિલરી ડિસીઝ અને અનિયમિત હાર્ટબીટની સંભાવનાઓમાં વધારો કરે છે. આ અભ્યાસ માટે 15 સ્વસ્થ યુવાનોને લેબોરેટરીમાં રાખવામાં આવ્યા હતા.
આ યુવાનોને ત્રણ દિવસ માટે 8.5 કલાકની યોગ્ય ઊંઘ અને ત્રણ દિવસ માટે 4.25 કલાકની ઊંઘ આપવામાં આવતી હતી. દરેક પ્રયોગના અંતે તેમને સાયક્લિંગ વર્કઆઉટ કરાવવામાં આવતું હતું. જે બાદ તેમના રિપોર્ટથી હૃદય રોગ થવાની સંભાવનાઓ વિશે જાણી શકાયું હતું.
સ્વીડનની ઉપ્સાલા યુનિવર્સિટીના અભ્યાસ મુજબ, સળંગ ત્રણ દિવસ સુધી રાત્રે ચાર કલાકથી ઓછા સમયની ઊંઘને કારણે લોહીમાં અનેક ફેરફારો થાય છે. જેના કારણે હૃદયરોગની સમસ્યાઓમાં વધારો થાય છે. અભ્યાસમાં પ્રોટીન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ અણુઓ શરીર જ્યારે તણાવમાં હોય ત્યારે રોગ સામે લડતા હોય છે.