Rajkot
અમદાવાદ પાસે ઇનોવા કારના અકસ્માતમાં ઇન્ડિયન સ્ટીલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ જનરલ મેનેજરનું મૃત્યુના સાડા પાંચ વર્ષ પહેલાંના કેસમાં રાજકોટ મોટર એક્સીડન્ટ ક્લેઈમ ટ્રિબ્યુનલ દ્વારા વ્યાજ સહિત ₹ 1.85 કરોડના વળતરનો વીમા કંપનીને હુકમ કરવામાં આવ્યો છે.
આ અંગેની હકીકત મુજબ, તા. ૧૮/ ૦૭/ ૨૦૧૯ ના રોજ ઇન્ડિયન સ્ટીલ કોર્પોરેશન કંપનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર મનોજકુમાર મોહનલાલ અગ્રવાલ ઈનોવા કાર નં. જી.જે./ ૧૨/ બીએફ/૨૪૩૩ માં બેસીને ધ્રાંગધ્રાથી જતાં હતા, અમદાવાદ પહોંચ્યા ત્યારે ઓચિંતા રોડ પર ગાય આવતા ઇનોવા કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ઇનોવા કાર ગાય સાથે અથડાઇ ફેંકાઇને ડિવાઇડરના સામેના રોડ પર ટ્રક ટ્રેલર નં. આર.જે./ પર.જીએ/ ૩૫૧૭ સાથે અથડાતા ગંભીર પ્રકારના અકસ્માત અકસ્માતમાં મનોજકુમાર અગ્રવાલનું મૃત્યુ થયું હતું. બાદ મૃત્યુ પામનારના વારસ પત્ની રીનાબેન અગ્રવાલ (રહે. ગાઝિયાબાદ યુપી) અને અન્ય વારસોએ રાજકોટ ક્લેઇમ ટ્રિબ્યુનલમાં અકસ્માત મૃત્યુનું વળતર મેળવવા પોતાના વકીલ રાજેશ આર. મહેતા તથા રુદ્ર એ. ભટ્ટ મારફત ક્લેઇમ કેસ કરેલ હતો. જે કેસ ચાલી જતા અરજદાર પક્ષે વિવિધ પુરાવાઓ રજૂ કરેલ ગુજરનાર ને ગ્રૂપ ઇન્સ્યોરન્સ પોલિસી (જી.પી.એ.) અંતરગત અલગથી ૩૦ લાખ રૂપિયા મળી ગયેલ હોય તેથી હવે ગુજરનાર અન્ય કોઈ રકમ મેળવવા હકદાર થતાં નથી, પરંતુ ટ્રિબ્યુનલ દ્વારા અરજદાર પક્ષે રજૂ રાખેલ મૌખિક પુરાવાઓ, દસ્તાવેજી પુરાવાઓ તથા રજૂ રાખેલ ઉચ્ચ તથા સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાઓને ધ્યાને લઈ રાજકોટ ક્લેઇમ ટ્રિબ્યુનલના જ્જ વી.કે.ભટ્ટે બંનેના બચાવો અમાન્ય રાખી વીમા કંપનીએ દ્વારા વ્યાજ સહિત રકમ રૂ. ૧.૮૫ લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. આ કેસ માં ગુજરનારના વારસો વતી સિનિયર એડવોકેટ રાજેશ આર. મહેતા, રુદ્ર.એ.ભટ્ટ તથા મદદનીશ સારંગ ભટ્ટી રોકાયા હતા.