પોલીસી ધારકે ગોઠણ પ્રત્યાર્પણની સારવાર ની બાકી રકમ મેળવવા કરેલી માંગ મંજૂર કરતી ગ્રાહક સુરક્ષા ફોરમ
Rajkot,તા.17
ની-રીપ્લેસમેન્ટના કેઈસમા સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યુરન્સ કંપનીએ 30 દિવસમાં ફરીયાદીને કપાત કરેલ રૂા.૧,૩૬,૭૧૧ ચુકવવા અન્યથા રકમ ઉપર ૯ ટકા વ્યાજ ચુકવવા ઉપરાંત ફરીયાદીને ખર્ચના રૂા.૩,૦૦૦/- અલગ ચુકવવા હુકમ કર્યો છે.
શહેરના રહેતા પંકજભાઈ શાહ અને તેમની પત્નીએ સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સયુરન્સ કંપની પાસે રૂ 15 લાખનો મેડીકલેઈમ લીધો હતો. જે દરમ્યાન ભાવનાબેન શાહને પગમા ચાલવામા અને બેલેન્સમા તકલીફ થતા મુંબઈમા કાંદીવલી વિસ્તારની હોસ્પીટલમા દાખલ થયા હતા અને તા. ૧૮.૯.૨૦૨૪ થી તા.૨૧.૯.૨૦૨૪ સુધી પગનું “ની-રીપ્લેસમેન્ટ” કરાવ્યું હતુ. ઓપરેશન ખર્ચ સહીત કુલ રૂા.૪,૫૧,૫૧૪ નો ખર્ચ થયો હતો. જે મેડીકલેઈમ ફોર્મ ભરી અસલ પેપર્સ વિમા કંપની સમક્ષ રજુ કર્યા હતા. પરંતુ વિમા કંપનીએ માત્ર રૂા.૨,૮૪,૩૩૧ મંજુર કરી કુલ રૂા. ૧,૫૫,૧૮૩ની ગેરકાયદે કપાત કરી હતી. જે મેડીકલેઈમની કપાત રકમ મેળવવા ફરીયાદી ભાવનાબેન શાહ દ્વારા વીમા કંપની વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ દાખલ કરી હતી. જે ચાલી જતા ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલ અને ઉચ્ચ અદાલતના ટાંકેલા ચુકાદાઓ ધ્યાને લઇ વિમા કંપનીએ ફરીયાદીને 30 દિવસમાં કુલ રૂા.૧,૩૬,૭૧૧ ચુકવવા અન્યથા રકમ ઉપર ૯ ટકા વ્યાજ ચુકવવા ઉપરાંત ફરીયાદીને ખર્ચના રૂા.૩,૦૦૦/- અલગ ચુકવવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી વતી સીનીયર એડવોકેટ પી.આર. દેસાઈ રોકાયા હતા.