New Delhi તા.20
વીમા નિયામક ઈરડાએ ઈુશ્યોરન્સ કંપનીઓને એક માર્ચથી વીમા એએસબીએ સુવિધા શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. જે અંતર્ગત પોલિસીધારક પોતાના બેન્ક ખાતામાં પ્રીમિયમની રકમને બ્લોક કરી શકશે, તે ત્યારે કપાશે, જયારે પોલીસી ઈશ્યુ થઈ જશે.
પ્રીમિયમ લેવડ દેવડને સુવિધાજનક બનાવવા માટે કંપનીઓને યુપીઆઈ વન ટાઈમ મેન્ડેટ (યુપીઆઈ ઓટીએમ)નો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રક્રિયાને, વીમા-એએસબીએ નામ આપવામાં આવ્યું છે. તેનો ઉપયોગ પ્રીમિયમ રકમને બ્લોક કરવા માટે કરાઈ શકે છે, જેની સીમા નેશનલ પેમેન્ટ નિગમ દ્વારા સમયાંતરે નકકી કરવામાં આવશે.
આ સુવિધા ઠકિ એવી છે, જેમ કે શેરબજારમાં આઈપીઓ માટે આવેદન લેતી વખતે સમય રકમ બ્લોક કરવામાં આવે છે, રકમ ત્યારે કપાય છે જયારે આઈપીઓની ફાળવણી થાય છે.
શું છે આ સુવિધા
‘વીમા એએસબીએ’થી ગ્રાહક વીમા પ્રીમિયમ પેમેન્ટ માટે પોતાના બેન્ક ખાતામાં રકમ સુરક્ષિત (બ્લોક) કરી શકે છે એથી એ નિશ્ર્ચિત થાય છે કે ખાતામાં રકમ ઉપલબ્ધ રહે પણ પેમેન્ટ બાદમાં કરવામાં આવે. વીમા કંપનીઓએ આ સુવિધા જીવન અને સ્વાસ્થ્ય વીમા પોલિસીઓ માટે ફરજિયાત આપવી પડશે.