New Delhi,તા.6
ઈેન્સ્યોરન્સ સેકટરના રેગ્યુલેટર આઈઆરડીએઆઈએ પોલિસ બજાર પર 5 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ દંડ જૂન 2020માં થયેલી એક તપાસ દરમિયાન મળેલી અનેક ગરબડ માટે લગાવવામાં આવ્યો છે.
આ ગરબડોમાં કોન્ફલીકટ ઓફ ઈન્ટરેસ્ટ (હિતોના ઠરાવ) કેટલીક વીમા પ્રોડકટને ખોટી રીતે પ્રોત્સાહન આપવું, આઉટ સોર્સીંગથી જોડાયેલા પેમેન્ટમાં ગોટાળા, ટેલિ માર્કેટીંગ સેલ્સને ખરા વેરીફાયર સાથે ન જોડવા અને પ્રીમીયમ જમા કરવામાં વિલંબ સામેલ છે.
કંપની પર 1 કરોડ રૂપિયાનો દંડ એટલા માટે પણ લાગ્યો છે. કારણ કે તેણે પોતાના પ્રિન્સીપાલ ઓફિસરોને પરમિશન લીધા વિના બીજી કંપનીઓમાં ડાયરેકટર બનવાની મંજુરી આપી હતી. રેગ્યુલેટરે તેને ‘હિતોનો ઠકરાવ’ માન્યો છે.
વધુ એક 1 કરોડ રૂપિયાનો દંડ પોલીસી બજાર પર પોતાની વેબસાઈટ પર કેટલીક ઈુસ્યોરન્સ પ્રોડકટસ પોતાની વેબસાઈટ પર કેટલીક ઈેન્સ્યોરન્સ પ્રોડકટસ કોઈ ઈન્ડીપેડેન્ટ થર્ડ-પાર્ટી ડેટાના ‘બેસ્ટ’ કે ‘ટોપ’ બતાવીને પ્રમોટ કરવા માટે લગાવવામાં આવ્યો છે.
ઈરડાએ જણાવ્યું હતું કે, આ રીત લોકોને ગેરમાર્ગે દોરનારી છે. આથી કેટલીક ખાસ ઈેન્સ્યોરન્સ કંપનીઓને કારણ વિના મહત્વ મળે છે અને ગ્રાહકો પાસે વિકલ્પ ઘટી જાય છે.
રેગ્યુલેટરે કંપનીને વધુ કમીશન આપવા, કોલ રેકોર્ડીંગ સિસ્ટમ બરાબર ન હોવી અને ઈેન્સ્યોરન્સ એજન્સી લાઈસન્સ વાળા સ્ટાફની બરાબર તપાસ ન કરવાને લઈને પણ ચેતવણી આપી છે.