પ્ર.નગર, એ ડિવિઝન, સાયબર ક્રાઇમ, મહિલા અને ટ્રાફિક શાખાના ઇન્સ્પેક્ટરોની અરસ પરસ ટ્રાન્સફર
Rajkot,તા.28
શહેર પોલીસ માં ફરજ બજાવતા છ પીઆઈની આંતરિક બદલીનો આદેશ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર શહેર પોલીસ કમિશનર બ્રજેશ બ્રજેશકુમાર ઝા દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જે આદેશ અનુસાર ડીસીબી અટેચ પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ પી.આર. ડોબરીયાને ડીસીબી અટેચ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે. જ્યારે એ ડિવિઝન પીઆઈ આર જી બારોટને ટ્રાફિક શાખામાં મૂકી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ટ્રાફિક શાખાના પીઆઈ એસ એન રાઠોડને મહિલા પોલીસ મથક ખાતે મૂકવામાં આવ્યા છે, લીવ રિઝર્વના પીઆઇ કે પી તરેટીયાને રીડર શાખામાં નિમણૂક આપવામાં આવી છે.
આ ઉપરાંત સાઇબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ આરજી પઢિયાર અને મહિલા પોલીસ મથકના પી.આઈ. બી ટી અકબરીને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે. એ ડિવિઝન પીઆઈની ટ્રાફિક શાખામાં બદલી થતાં તેમની ખાલી પડેલી જગ્યાએ થાણા અધિકારી તરીકે ટૂંક સમયમાં અન્ય અધિકારીને નિમણુંક આપવામાં આવનાર છે ત્યારે ટૂંક સમયમાં બદલીનો નવો લીથો જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.