Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4
    • India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે
    • CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Nifty Futures bullish focus above 25202 points..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Iran-Israel war ને કારણે પાકિસ્તાન માં ડીઝલ – પેટ્રોલના ભાવમાં વધારો, બલુચિસ્તાનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ બંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Jetpur માં તરૂણીએ ત્યજેલા માનવભૃણની તપાસમાં દેહ વ્યાપારનાં રેકેટનો પર્દાફાશ
    સૌરાષ્ટ્ર

    Jetpur માં તરૂણીએ ત્યજેલા માનવભૃણની તપાસમાં દેહ વ્યાપારનાં રેકેટનો પર્દાફાશ

    Vikram RavalBy Vikram RavalMay 28, 2025Updated:May 28, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jetpur,તા.28

    Jetpur શહેરમાંથી પાંચ મહિના પૂર્વે સાતેક મહિનાનું મૃત માનવ ભૃણ મળ્યું હતું. સામાન્ય લાગતા આ બનાવમાં Jetpur પોલીસ તપાસમાં ભોગ બનનાર તરૂણી પાસે તે જેની સાથે કેટરીંગનાં કામ પર જતી હતી, તે શખ્સ દોઢ વર્ષથી દેહવેપાર કરાવતો હોવાનું મસમોટું સેક્સ રેકેટ ખુલ્યું છે. જેમાં તેણીને ગર્ભ રહી જતાં દેહવ્યાપારનું ગંભીર રેકેટ પ્રકાશમાં આવ્યું છે, જેમાં સુત્રધાર કેટરર્સ સંચાલક ઉપરાંત ગર્ભપાતની દવા આપનાર ડોક્ટર અને મેડિકલ સ્ટોર સંચાલક સહિત નવ શખ્સોનાં કારનામા બહાર આવ્યા છે. જ્યારે અન્ય સાગરીતોનાં નામ મળવાથી પોલીસે શોધખોળ હાથ ધરી છે.

    વિગત પ્રમાણે, Jetpur શહેરમાં ગત તા.૩૦ જાન્યુઆરીના રોજ એક મૃત માનવ ભૃણ મળી આવ્યું હતું. જે બાબતમાં Jetpur પોલીસે ગણતરીની કલાકોમાં ભૃણને ત્યજનાર માતાને શોધી લીધી હતી. જે સગીર વયની હોવાથી તેણીના પિતાની ફરીયાદ પરથી Jetpur પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને જેતલસર જંકશન ગામના કાના મકવાણા નામના શખ્સની ધરપકડ કરી હતી. બાદમાં મૃત ભૃણ, સગીરા તેમજ આરોપી કાનાનું ડીએનએનું સેમ્પલ પૃથક્કરણ માટે ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં મોકલી આપ્યું હતું. બીજી તરફ સગીરાને તપાસીને ગર્ભપાતની દવા લખી આપનાર ડો. સુશીલ ગોવિંદભાઈ કાનાણી તેમજ ગર્ભપાતની દવા આપનાર વિરડીયા મેડિકલ સ્ટોરના સંચાલક હરેશ કેશુભાઈ વિરડીયા ધરપકડ કરી હતી.

    Jetpur સીટી પીઆઈ વી.સી. પરમારે જણાવ્યું કે, મુખ્ય સુત્રધાર અખ્તર ઓસમાણ ડબગરની ચુંગાલમાં ફસાયેલી સગીરાએ તેણી સાથે અન્ય એક તરૂણી પણ ભોગ બની હોવાનું પોલીસને જણાવ્યું હતું, જેથી પોલીસે શોધખોળ કરીને ખાનગીરાહે બીજી સગીરાના માતા-પિતાનો સંપર્ક કરીને તેણીની ઉંમરનો પુરાવો માંગ્યો હતો. જેમાં એક માત્ર આધારકાર્ડ જ મળ્યું હતું. જેમાં સગીરાની ૧૫ વર્ષની ઉંમર બતાવી હતી. જેથી તેણીની વાસ્તવિક ઉંમર જાણવા પોલીસે તેણીનો ઓસીફિકેશન ટેસ્ટ કરાવવા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી હતી. જેમાં તેણીની ઉંમર ૧૯ વર્ષની આવી હતી. જો કે, તેઓએ પોલીસ કેસમાં પડવાનો ઈન્કાર કરી દીધો હોવાનું જાણવા મળે છે.

    Jetpurમાં સગીરા પાસે દેહવ્યાપાર કરાવવાનાં ગંભીર પ્રકરણ મીડિયાને ખબર પડી જતાં ‘ખાનગી રાહે તપાસ’નાં નામે પોલીસે લુલો બચાવ કર્યો હતો. ગત ૧૯ તારીખે ડો. સુશીલ કાનાણીની ધરપકડ બાદ ૨૪ તારીખે પાંચ દિવસમાં જ જામીન પર છુટકારો કઈ રીતે શક્ય બન્યો ? પોલીસે ત્રણ ડઝન શકમંદોને કેમ બોલાવ્યા ? સાતેક મહિનાનું ભૃણ જીવતું હતું કે મૃત ? બાળક કોનું હતું ? ડોકટરની દવા લેવાથી સાત મહિનાનું બાળક નીકળી જાય કે એબોર્શન કરવામાં આવ્યું હતું ? જેવી પોલીસને કેટલી માહિતી મળી ? જેવા સવાલો આજે મુખ્ય આરોપીઓ જેલહવાલે કે જામીનમુક્ત થઈ ગયા છે છતાં અકબંધ રહ્યા છે.

    બીજી બાજુ ગાંધીનગરથી DNA રીપોર્ટ આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. તે રીપોર્ટમાં ભૃણ સાથે સગીરાનું DNA મેચ થઈ ગયું, જયારે કાનાનું DNA મેચ થયું નહીં. જેથી ભૃણનો બાયોલોજીકલ પિતા કોણ ? તે જાણવા પોલીસે સગીરાનું ફરીથી નિવેદન લેતા ઘટસ્ફોટ કર્યો કે, છેલ્લા દોઢેક વર્ષથી Jetpurનાં લાદી રોડ પર રહેતા અખ્તર ઓસમાણ ડબગર સાથે કેટરસના કામે જતી હતી, જે શખ્સ તેણીને અને અન્ય એક સગીરાને દેહવેપાર માટે જુદા-જુદા લોકો પાસે જુદી-જુદી જગ્યાએ મોકલતો અને પોતે પણ બંને સાથે શરીર સબંધ બાંધતો હતો. જેથી પોલીસે કોર્ટમાં રીપોર્ટ કરીને ગત તા.૧૨ના રોજ અખ્તરની પણ ધરપકડ કરીને સાત દિવસનાં રિમાન્ડ પર લીધો હતો. તેની પૂછપરછમાં ગુનો સ્વીકારીને દેહવ્યાપાર કરાવતી અન્ય એક મહિલા મારફત પણ બંને સગીરાને ગ્રાહકો પાસે મોકલતો હોવાનું કબુલ્યું હતું. આ સાથે બન્ને સગીરાઓને કોની-કોની પાસે દેહવેપાર માટે મોકલતો તેવી પુછપરછમાં ભાવિક ઉર્ફે ભાવેશ ભુપતભાઈ મેણીયા, હિરજી ઉર્ફે હિરા નાગજી પાઘડાર, વસંતગીરી હંસગીરી ગોસાઈ (રહે.Jetpur), સાગર બાબુ ઝાલા (રહે. ઉમરકોટ), શૈલેશ મેરામણ લખપીર (રહે. સરધારપુર) એમ પાંચ શખ્સોના પોલીસને નામ આપ્યા હતા. આ સાથે પોલીસે ત્રણ ડઝનથી વધારે શકમંદોની પુછતાછ કરીને ધરપકડનો દોર આગળ ધપાવ્યો છે. મુખ્ય આરોપી અખ્તરના રીમાન્ડ દરમિયાન બીજા કેટલાક શખ્સોના નામ પણ પોલીસને આપ્યા છે અને તે શખ્સોની ધરપકડ કરવાની બાકી છે.

    Jetpur Jetpur nesw
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા

    June 16, 2025
    મુખ્ય સમાચાર

    આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    June 16, 2025
    ગુજરાત

    Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ

    June 16, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા

    June 16, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: યુવાનની અંતિમવિધિ કરાઈ, પુત્ર સાથે પરિવારના સપના પણ ભસ્મીભૂત

    June 16, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025

    આજનું રાશિફળ

    June 16, 2025

    આજ નું પંચાંગ

    June 16, 2025

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.