New Delhi, તા.18
કરિશ્માઈ ક્રિકેટર વિરાટ કોહલી સહિત અનેક દિગ્ગજ ખેલાડીઓથી સજ્જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ક્યારેય ઈન્ડિયન પ્રીમિયર લીગ ટાઈટલ જીતી શક્યું નથી. શું 18મી સીઝનમાં જીત મેળવશે? ટીમને આશા છે કે નવો કેપ્ટન રજત પાટીદાર ટીમ માટે ’લકી’ સાબિત થાય.
ગયા વર્ષની સફર
RCB ની IPL 2024 મા શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. તેઓ પ્રથમ આઠમાંથી સાત મેચ હારી ગયા હતા. જો કે, આ પછી તેઓએ જોરદાર વાપસી કરી અને સતત છ મેચ જીતી અને નેટ રન રેટના આધારે ચેન્નાઈ સુપર કિંગ્સ ને હરાવીને પ્લેઓફમાં જગ્યા બનાવી. એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સ (RR) દ્વારા RCB નું સપનું તૂટી ગયું હતું.
RCB મા આ વખતે રજત પાટીદારને કેપ્ટન બનાવીને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ટીમ વિદેશી દિગ્ગજોને નેતૃત્વ સોંપે છે, પરંતુ આ વખતે તેઓએ ભારતીય યુવા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. છેલ્લી હરાજીમાં, RCB મોટા નામો પર મોટી રકમ ખર્ચવાની જૂની વ્યૂહરચનાથી દૂર થઈ ગયું અને સંતુલિત ટીમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
આ વખતે તેણે કેએલ રાહુલ, યુઝવેન્દ્ર ચહલ અને ઋષભ પંત જેવા મોટા ખેલાડીઓ માટે બહુ ઊંચી બોલી લગાવી ન હતી, જેના કારણે તેની હરાજી વ્યૂહરચના વધુ અસરકારક હતી.
ટીમની બોલિંગ વિભાગ વધુ સંતુલિત છે. ખાસ કરીને ચિન્નાસ્વામી સ્ટેડિયમ જેવી બેટ્સમેન ફ્રેન્ડલી પીચો પર સ્કોર બચાવવા માટે RCB એ હેઝલવુડ અને ભુવનેશ્વર કુમારને કુલ રૂ. 23.25 કરોડમાં ખરીદ્યા છે. લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ અને કૃણાલ પંડ્યા જેવા ઓલરાઉન્ડર ટીમને મજબૂત બનાવશે. ફિલ સોલ્ટ અને જિતેશ શર્મા જેવા બેટ્સમેન હોવાના કારણે ટીમના મિડલ ઓર્ડરને ઉંડાણ મળશે.
KKR IPL માં પોતાના ખિતાબનો બચાવ કરશે, પરંતુ આ વખતે ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. અજિંક્ય રહાણેને સુકાનીપદ આપવામાં આવ્યું છે, જ્યારે સુનીલ નારાયણ અને આન્દ્રે રસેલના અનુભવમાં આત્મવિશ્વાસ ફરી વળ્યો છે. નવા વિદેશી ખેલાડીઓ અને મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ સાથે KKR ખતરનાક દેખાઈ રહી છે, પરંતુ શું આ ફેરફારો ટીમને સતત બીજી વખત ચેમ્પિયન બનાવશે?
નવી દિલ્હી. કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું અને લીગ તબક્કામાં ટોચ પર રહીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું. ટીમે 12માંથી 9 મેચ જીતી, ત્રણમાં હાર થઈ, જ્યારે બે મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ. તેઓએ ક્વોલિફાયર-1માં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું અને પછી ફાઇનલમાં મિચેલ સ્ટાર્કની ઘાતક બોલિંગને કારણે ત્રીજી વખત આઈપીએલ ટ્રોફી જીતી.
આ વખતે કેકેઆરની કપ્તાની અજિક્ય રહાણેને સોંપવામાં આવી છે. શ્રેયસ અય્યર અને નીતિશ રાણાની વિદાય બાદ રહાણે ટીમની બેટિંગમાં મહત્વની કડી બની રહેશે. તે જ સમયે, ફિલ સોલ્ટની જગ્યાએ, ટીમે ક્લિન્ટન ડી કોકને ખરીદ્યો છે, જે એક અનુભવી વિકેટકીપર બેટ્સમેન છે. વિદેશી ખેલાડીઓની બેન્ચ આ વખતે ઘણી મજબૂત છે.
રહેમાનુલ્લાહ ગુરબાઝ બેકઅપ ઓપનર તરીકે હાજર છે, જ્યારે મોઈન અલી અને રોવમેન પોવેલ જેવા નવા નામોને તેમની પાવર-હિટિંગ અને ઓલરાઉન્ડ ક્ષમતાના કારણે ટીમમાં લાવવામાં આવ્યા છે.
બોલિંગમાં ઓસ્ટ્રેલિયન લેફ્ટ આર્મ સ્વિંગ બોલર સ્પેન્સર જોન્સનને મિચેલ સ્ટાર્કની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે જે ગત સિઝનમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમ્યો હતો. તેના સિવાય એનરિક નોરખિયા પણ અનુભવી વિદેશી ફાસ્ટ બોલર તરીકે ઉપલબ્ધ રહેશે.
ટીમના મેનેજમેન્ટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અનુભવી ગૌતમ ગંભીરના સ્થાને ડ્વેન બ્રાવો હવે મેન્ટર તરીકે જોડાયો છે, જ્યારે સહાયક કોચ ઓટિસ ગિબ્સનને જવાબદારી સોંપવામાં આવી છે. રહાણે અને મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિતની જોડી આ પહેલા ઘરેલુ ક્રિકેટમાં સાથે કામ કરી ચુકી છે.