New Delhi,તા.29
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ ગુરુવારે (28મી ઑગસ્ટ) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ત્રણ મહિનાનું મૌન તોડ્યું અને તેના ચાહકોને ભાવનાત્મક સંદેશ આપ્યો. આ ઉપરાંત ’12th મેન આર્મી’ અને ‘RCB કેર્સ’ નામની એક નવી પહેલની પણ જાહેરાત કરી. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય જૂનમાં થયેલી નાસભાગમાં જીવ ગુમાવનારા ચાહકોના પરિવારોને મદદ કરવાનો અને ઈજાગ્રસ્તોને સહાય પૂરી પાડવાનો છે.
ચોથી જૂન 2025ના રોજ હજારો લોકો એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર આરસીબીના પહેલા IPL ટાઇટલ જીતની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ સમય દરમિયાન થયેલી નાસભાગમાં 11 લોકોના મોત થયા હતા. આ દરમિયાન સ્ટેડિયમની અંદર ઉજવણી ચાલુ રહી, જેના કારણે ફ્રેન્ચાઇઝીની નિંદા થઈ થઈ હતી. ત્યારબાદ આરસીબીએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવાની અને ઈજાગ્રસ્તોની સારવાર માટે ‘RCB Cares’ ફંડ બનાવવાની જાહેરાત કરી. આરસીબી દ્વારા ચાહકો સાથે એકતા દર્શાવવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું.