New Delhi,તા.09
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા સંઘર્ષને કારણે BCCIએ IPL મુલતવી રાખી છે, જોકે તેણે નવી તારીખોની જાહેરાત કરી નથી. તેની પાસે હજુ 12 લીગ મેચ અને 4 પ્લેઓફ મેચ બાકી છે. ટુર્નામેન્ટની ફાઇનલ 25 મેના રોજ યોજાવાની હતી.
PTiએ BCCIના એક સૂત્રને ટાંકીને આ માહિતી આપી છે. BCCIના એક અધિકારીએ PTIને જણાવ્યું હતું કે દેશમાં યુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે ક્રિકેટ રમવું સારું લાગતું નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બધા વિદેશી ખેલાડીઓને તેમના દેશમાં પરત ફરવાનું કહેવામાં આવ્યું છે. નવી તારીખો જાહેર થશે ત્યારે તેમને જાણ કરવામાં આવશે.
એવું માનવામાં આવે છે કે ઓગસ્ટમાં ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ રદ કરવામાં આવશે. સપ્ટેમ્બરમાં યોજાવાનો એશિયા કપ પણ મુલતવી રાખવામાં આવશે. એની જગ્યાએ બાકીની IPL મેચ ભારતમાં યોજાઈ શકે છે, જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.