New Delhi તા.6
યુપીમાં કોલ્ડ્રીફ સિરપના કારણે અનેક બાળકોના મોત થયાના પગલે હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દવામાં કોઈપણ પ્રકારની ગરબડ પર લાયસન્સ રદ કરવાની ચેતવણી આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચીવે રવિવારે સ્પષ્ટ નિર્દેશ કર્યો હતો કે દયા નિર્માતા કંપનીઓ, સંશોધિત શેડયુલ એમ અંતર્ગત નિર્ધારીત ગુણવતા ધોરણોનું સખ્તાઈથી પાલન કરે.
મંત્રાલયે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં બધા રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોની સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જેથી દવા ગુણવતા માપદંડોનાં પાલનની સમીક્ષા કરી શકાય અને બાળકોમાં કફ સિરપ અંતર્ગત તર્કસંગત ઉપયોગને પ્રોત્સાહન આપી શકાય.
તેમના મુજબ બાળકોમાં મોટેભાગે ઉધરસ મામુલી હોય છે. પોતાની રીતે જ ઠીક થઈ જતી હોય છે. એટલે કફ સિરપનો સમજી વિચારીને ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. દવાનો વધુ પડતો ઉપયોગ બાળકોના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે.
આ મામલાની પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડાએ સમીક્ષા કરી હતી અને નિર્દેશ કર્યો હતો કે જરૂરી કાર્યવાહી નિશ્ચિત કરવા માટે રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશો સાથે આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવે.
ત્રણ બિંદુઓ પર ચર્ચા થઈ
બેઠકમાં ચર્ચા ત્રણ મુખ્ય બિંદુઓ પર કેન્દ્રીત હતી તેમાં દવા નિર્માણ યુનિટોમાં ગુણવતા ધોરણો સંબંધિત જોગવાઈ એમ અને અન્ય જોગવાઈઓનું પાલન કરવુ બાળકોમાં કફ સિરપનો તર્ક સંગત ઉપયોગ સિરપથી વેચાણ અને દુરૂપયોગને રોકવા માટે જથ્થાબંધ ફાર્મસીઓના વિનીમયને મજબુત કરવા પર ગહન ચર્ચા કરવામાં આવી.દરમ્યાન કેન્દ્રીય ઔષધી ધોરણ નિયંત્રણ સંગઠન કોલ્ડ્રીફ સિરપ બનાવનારી કંપની પર કાર્યવાહી માટે તામીલનાડુ ખાદ્ય અને ઔષધી પ્રશાસનને પત્ર લખશે.
ઉલ્લેખનીય છે કે શેડયુલ એમ ભારતનાં ઔષધિ તેમજ પ્રસાધન સામગ્રી અધિનિયમ 1840 નો એક ભાગ છે તે દવા નિર્માણ માટે ધોરણો નકકી કરે છે.2023 માં લાગુ સંશોધીત રૂપને ડબલ્યુએચઓ-જીએમપી ધોરણોને અનુરૂપ બનાવાયા છે.

