Morbi,તા.25
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં સંડોવાયેલ ઇસમ છ વર્ષથી નાસ્તો ફરતો હતો જેને વાંકાનેર સીટી પોલીસ ટીમે મહારાષ્ટ્ર રાજ્યથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા ટીમો કાર્યરત હોય દરમિયાન વાંકાનેર સીટી પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૯ ના વર્ષમાં લૂંટના ગુનામાં ઉત્તરપ્રદેશનો રહેવાસી આરોપી નિતેષ બ્રીજલાલ શુક્લા છ વર્ષથી નાસ્તો ફરતો હતો જે આરોપી હાલ મહારાષ્ટ્રના નાગપુર હોવાની બાતમી મળતા ટીમને રવાના કરી હતી અને નાગપુર ખાતેથી આરોપી નિતેષ શુક્લાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે