Morbi,તા.13
મોરબીમાં એનડીપીએસ ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે નવસારીથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા કાર્યરત હોય દરમિયાન બી ડીવીઝન પોલીસ મથકમાં આરોપી ગુલાબચંદ કમલાશંકર યાદવ (ઉ.વ.૪૯) હાલ રહે બિમલપુર અંબાવાડી, લક્ષ્મીનગર નવસારી મૂળ રહે યુપી વાળો ઇસમ નવસારી હોવાની બાતમી મળતા ટીમને નવસારી મોકલી આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે