Morbi,તા.21
મોરબી સીટી વિસ્તારમાં અવારનવાર સગીર વયની દીકરીની પજવણી કરી છેડતી અને પોક્સો એક્ટના ગુઅમાં પકડાયેલ ઇસમને પાસા હેઠળ અટકાયત કરી લાજપોર જેલ સુરત હવાલે કરવામાં આવ્યો છે
મોરબી એ ડીવીઝન પોલીસ મથક હદ વિસ્તારમાં મહિલાઓની છેડતી અને પજવણી કરતા ઈસમોની અસામાજિક પ્રવૃતિને ડામવા એ ડીવીઝન પીઆઈ દ્વારા સગીર વયની દીકરીની પજવણી કરી છેડતી અને પોક્સો એક્ટના ગુનામાં પકડાયેલ ઇસમ ઈરફાન અલી માણેક (ઉ.વ.૨૦) રહે વિસીપરા મોરબી વાળા વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરવામાં આવી હતી અને ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેકટર મોરબી દ્વારા પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું જે પાસા વોરંટની બજવણી કરતા આરોપીને ઝડપી લઈને લાજપોર જેલ સુરત હવાલે કરવામાં આવ્યો છે