Morbi,તા.09
મોરબી શહેરમાં અવારનવાર મારામારીના ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પાસા વોરંટ ઈશ્યુ થતા વોરંટની બજવણી કરતા જીલ્લા જેલ ભાવનગર હવાલે કરવામાં આવ્યો છે
મોરબી જીલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વોની પ્રવૃતિઓને ડામવા કામગીરી કવામાં આવી રહી છે જેમાં સીટી એ ડીવીઝન પોલીસ મથક હદ વિસ્તારમાં અવારનવાર મારામારીના ગુનામાં પકડાયેલ અસામાજિક ઇસમ પીન્ટુ નારણ અજાણા (ઉ.વ.૨૫) રહે ઘુનડા (સ.) ટંકારા વાળા વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરને મોકલતા પાસા વોરંટ ઈશ્યુ કર્યું હતું જે પાસા વોરંટની બજવણી કરતા આરોપીને જીલ્લા જેલ ભાવનગર મોકલવામાં આવ્યો છે