Morbi,તા.09
મોરબીમાં અવારનવાર મારામારી અને વ્યાજના ગુનામાં પકડાયેલ ઇસમને પાસા હેઠળ અટકાયત કરી સીટી એ ડીવીઝન પોલીસે જેલહવાલે કર્યો છે
મોરબી શહેરમાં મારામારી અને વ્યાજના જેવા ગુના આચરતા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે જેને પગલે એ ડીવીઝન પોલીસે મારામારી અને વ્યાજના ગુનામાં પકડાયેલ અસામાજિક ઇસમ જયરાજ વિજયભાઈ ઉર્ફે કાનાભાઈ પંડિત (ઉ.વ.૨૭)વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલી હતી જે દરખાસ્ત મંજુર કરી પાસા વોરંટ ઈશ્યુ થતા અસામાજિક ઇસમને ઝડપી લઈને વડોદરા મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યો છે