Ahmedabad,તા.૯
અમદાવાદમાં નશો કરીને વાહન હંકારવાના બનાવોનું પ્રમાણ વધી ગયું છે. તાજેતરમાં જ નશો કરીને વાહન હંકારીને અકસ્માત કરવાના બનાવો બન્યા હતા. ઈસનપુરમાં નશામાં ધૂત બેફામપણે કાર હંકારીને જઈ રહેલા બિલ્ડરની પોલીસે ધરપકડ કરી છે. દારૂના નશામાં કાર લઈને જઈ રહેલા બિલ્ડરની પોલીસે તપાસ કરતા તેની પાસેથી એક કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આટલી મોટી રકમ જોઈને પોલીસ પણ ચોંરી ઉઠી હતી.
પોલીસે તપાસ કરતા દારૂ પીને બેફામપણ કાર લઈને જઈ રહેલા બિલ્ડરનું નામ ધનરાજ પટેલ હોવાનું બહાર આવ્યું છે. વધુ તપાસમાં આ બિલ્ડર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સાઈટ ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. ઈસનપુર પોલીસ ચેકિંગ કરી રહી ત્યારે આ બિલ્ડર નશામાં કાર હંકારીને જતા ઝડપાઈ ગયો હતો. નશો કરીને વાહન ચલાવતા લોકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.