Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi: મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જતા આધેડનું મોત

    June 16, 2025

    વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે

    June 16, 2025

    ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi: મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જતા આધેડનું મોત
    • વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે
    • ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી
    • Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી
    • સીવીલ હોસ્પીટલમાં પ્લેન દુર્ઘટનાના અસરગ્રસ્તોને મળતા CM પટેલ
    • જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે
    • મુંબઈમાં વરસાદનાં પગલે Rajkot air service ને અસર : બપોરની ફલાઈટ બે કલાક ડીલે
    • Congress સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબીયત બગડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»ઈરાનના હુમલા બાદ Lebanonમાં Hezbollahનો સફાયો કરવા ઈઝરાયલે અપનાવ્યો ‘પુતિન’નો પ્લાન!
    આંતરરાષ્ટ્રીય

    ઈરાનના હુમલા બાદ Lebanonમાં Hezbollahનો સફાયો કરવા ઈઝરાયલે અપનાવ્યો ‘પુતિન’નો પ્લાન!

    Vikram RavalBy Vikram RavalOctober 3, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Israel Hezbollah,તા,03

    ઈઝરાયલ માટે કહેવાય છે કે, તે પોતાના દુશ્મનોનો પીછો કયામત સુધી કરે છે. હમાસની કમર તોડ્યા બાદ હવે તે હિઝબુલ્લાહનો સફાયો કરવા માટે સતત તેના પર હુમલા કરી રહ્યું છે. આ જ કારણ છે કે, લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણા પર હવાઈ હુમલા કર્યા બાદ ઈઝરાયલે દક્ષિણી લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધર્યું છે. હિઝબુલ્લાહનો સફાયો કરવા માટે નેતન્યાહૂએ રશિયન પ્રમુખ પુતિનના ‘ડોનબાસ પ્લાન’ને અપનાવ્યો છે. પરંતુ હવે સવાલ એ થાય છે કે, આ પ્લાન છે શું?લેબનોનમાં ઈઝરાયેલી સેનાના ગ્રાઉન્ડ ઓપરેશનને ઈઝરાયલની નેશનલ સિક્યોરિટી કેબિનેટે હિઝબુલ્લાહ વિરુદ્ધ યુદ્ધનો ચોથા તબક્કો ગણાવ્યો છે. ઈઝરાયલની સેના ચોથી વખત લેબનોનની જમીનમાં દાખલ થઈ છે. ઈઝરાયલી સેનાએ દક્ષિણ લેબનોનના લગભગ 30 ગામોને વિસ્તાર છોડી દેવાનું અલ્ટીમેટમ આપ્યું છે.

    ઈઝરાયલી સેનાના પ્રવક્તા અવિચય એડ્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, દક્ષિણી લેબનોનના લોકોએ પોતાનો જીવ બચાવવા માટે તાત્કાલિક ઉત્તર તરફ અવાલી નદી તરફ ચાલ્યા જવું જોઈએ.

    અવાલી ઈઝરાયલ-લેબનોન સરહદથી લગભગ 60 કિમીના અંતરે છે, જે લેબનોનની ઉત્તતરની સરહદમાં છે. ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે 2006ના યુદ્ધ બાદ સંયુક્ત રાષ્ટ્રએ તેને બફર ઝોન જાહેર કરી દીધો હતો.

    શું છે નેતન્યાહૂનો પુતિન વાળો પ્લાન?

    ઈઝરાયલે હિઝબુલ્લાહનો સંપૂર્ણ સફાયો કરવાનું નક્કી કરી લીધુ છે. આ કારણોસર જ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હવાઈ હુમલાની સાથે સાથે ગ્રાઉન્ડ ઓપરેશન પણ શરૂ કરી દીધુ છે. તે સતત હિઝબુલ્લાહને ઘેરી રહ્યા છે.

    નેતન્યાહુ સમજી ગયા છે કે હસન નસરલ્લાહના ખાત્મા બાદ હિઝબુલ્લાહ પાસે હવે કોઈ ઠોસ નેતૃત્વ નથી. તેનો જ ફાયદો ઉઠાવીને ઈઝરાયલે દક્ષિણ લેબનોનમાં દાખલ થવાનો નિર્ણય લીધો છે. પરંતુ આવી સ્થિતિમાં હવે સવાલ એ થાય છે કે માત્ર દક્ષિણ લેબનોન જ શા માટે?

    વાસ્તવમાં દક્ષિણ લેબનોન ઈરાન સમર્થિત હિઝબુલ્લાહનો ગઢ છે. અહીં હિઝબુલ્લાહને પોતાના સમગ્ર ટનલ નેટવર્કથી ઘણો ફાયદો થાય છે. અહીં સ્થિત ટાયર શહેર હિઝબુલ્લાહ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ શહેરને હિઝબુલ્લાહની ‘જીવાદોરી’ પણ કહેવામાં આવે છે. આ જ કારણ છે કે નેતન્યાહૂ આ શહેર સાથે હિઝબુલ્લાહના કનેક્શનને સંપૂર્ણપણે ખતમ કરવા માગે છે. બેરુત, ત્રિપોલી અને સિડોન બાદ ટાયર લેબનોનનું ચોથું સૌથી મોટું શહેર છે.

    ઈઝરાયલ દક્ષિણ લેબનોનના ટાયર શહેરમાંથી હિઝબુલ્લાહના તમામ કનેક્શનને સફળતાપૂર્વક ખતમ કરવામાં વ્યસ્ત છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ યુક્રેન સાથેના યુદ્ધમાં યુક્રેનના ડોનબાસ શહેરને યુક્રેનથી સંપૂર્ણપણે અલગ કરી દીધુ હતું, ત્યારબાદ યુક્રેન યુદ્ધમાં બેકફૂટ પર આવી ગયું હતું.

    પુતિનનો ડોનબાસ પ્લાન શું હતો?

    2022માં જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો તે જ સમયે રાષ્ટ્રપતિ પુતિન એ સમજી ગયા હતા કે જો યુક્રેનને હરાવવાનું હોય તો ડોનબાસને યુક્રેનથી અલગ કરવું પડશે. આ વ્યૂહરચના હેઠળ પુતિને પૂર્વી યુક્રેનમાં ડોનબાસના બે વિસ્તારો ડોનેત્સક અને લુહાન્સ્કને એક દેશ તરીકે માન્યતા આપી દીધી હતી. તેના પર 2014થી અલગતાવાદીઓનો કબજો હતો.

    ડોનબાસ પૂર્વ યુક્રેનમાં આવેલું છે. અહીંની મોટાભાગની વસ્તી રશિયન ભાષા બોલે છે, તેથી રશિયા તેને યુક્રેનથી અલગ કરવા માગતું હતું. ડોનબાસમાં 2014થી રશિયા સમર્થિત અલગતાવાદીઓ અને યુક્રેનિયન સેના વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો. પુતિન ઘણી વખત એ કહી ચૂક્યા હતા કે, ડોનબાસ પર કબજો કરવાનો મારો મકસદ હતો, કારણ કે તેના પર કબજો કરીને યુક્રેનને માનસિક રીતે પણ નુકસાન પહોંચાડવા માગતો હતો.

    ડોનબાસ પર રશિયાના કબજા પહેલા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી પણ કહી ચૂક્યા હતા કે, અમે લડીશું. પરંતુ જો ડોનબાસ પર રશિયાનો કબજો થઈ ગયો તો રશિયન પ્રમુખ પુતિન યુક્રેનના બે ટુકડા કરવામાં સફળ થઈ જશે.

    તમને જણાવી દઈએ કે, ડોનબાસના અલગ થવાથી યુક્રેનની અર્થવ્યવસ્થા પર મોટી અસર પડી છે. અહીં મોટી સંખ્યામાં કોલસાની ખાણો આવેલી છે અને તેને યુક્રેનનું ઔદ્યોગિક કેન્દ્ર કહેવામાં આવતું હતું. આ કારણે ડોનબાસને યુક્રેનથી અલગ કરવું એ પુતિનની યુદ્ધ નીતિનો એક ભાગ હતો.

    Benjamin-Netanyahu Iran-Attack Israel–Hezbollah-conflict Lebanon Russia Vladimir-Putin
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    G7 Summit: સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માંગતુ હતું : Netanyahu

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israel-Iran war,અદાણી ગ્રુપ સંચાલિત હાઈફાપોર્ટને નિશાન બનાવ્યું છતાં ‘સબ સલામત’

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi: મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જતા આધેડનું મોત

    June 16, 2025

    વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે

    June 16, 2025

    ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી

    June 16, 2025

    Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી

    June 16, 2025

    સીવીલ હોસ્પીટલમાં પ્લેન દુર્ઘટનાના અસરગ્રસ્તોને મળતા CM પટેલ

    June 16, 2025

    જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જતા આધેડનું મોત

    June 16, 2025

    વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે

    June 16, 2025

    ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.