Tehran,તા.17
ઈરાન પર ઈઝરાયેલના હુમલામાં તહેરાનને નિશાન બનાવાયુ છે અને તેમાં ગઈકાલે ઈરાનની નેશનલ ટીવી બ્રોડકાસ્ટીંગ- ઈમારત પર બોમ્બ ઝીંકાતા ન્યુઝ એન્કરે લાઈવ પ્રસારણ છોડીને સલામત થવા દોટ મુકી હતી. આ દ્રશ્યો ઈરાનીયન સ્ટેટ મીડીયામાં લાઈવ પ્રસારીત થયા હતા.
‘આઈઆરઆઈબી’ ન્યુઝ ચેનલના હેડકવાટર પર ઈઝરાયેલના બોમ્બ ઝીકાયા હતા. આ ઈરાનના સ્ટેટ ટીવીનું હેડકવાટર છે. ઈઝરાયેલ હવે ઈરાન સરકારની માલીકીની સંસ્થાઓના હેડકવાટરને નિશાન બનાવવાનું શરૂ કર્યુ છે. ઈરાનના ઈન્ટેલીજન્ટલ મથકો પણ ટાર્ગેટ બન્યા છે. આ ઈરાનના સૈન્યને માટે મહત્વના હતા.