દેશભરમાંથી હેવી ક્રેઈનની શોધ: તરતી ક્રેઈનની શકયતા તપાસાશે
Ahmedabad,તા.24
ગંભીરા દુર્ઘટનામાં જે રીતે આ પુલમાં દુર્ઘટનાની પળે તુટેલા પુલના છેડા ઉપર ફસાઈ ગયેલ ટેન્કરે રાજય સરકાર માટે મોટી ચીંતા સર્જી છે. પુલ ઉપરથી આ ટેન્કરને નીચે કેમ ઉતારવું તે સમસ્યા છે અને ટેન્કરના માલીક પણ સરકારની સહાયની રાહ જુવે છે તેના પર બેંક લોનનું ટેમરેજ ચડતું જાય છે અને આ મુદો ગઈકાલે છેક કેબીનેટ સુધી પહોંચી ગયો અને મુખ્યમંત્રીએ હેવી ક્રેઈનનો ઉપયોગ કરીને બે દિવસમાં આ ટેન્કરને પુલ ઉપરથી ઉતારવાનો જીલ્લા કલેકટરને આદેશ આપ્યો છે.
વાસ્તવમાં વડોદરા અને આણંદના વહીવટ તંત્ર એકબીજા ઉપર જવાબદારી નાખી રહ્યા છે. એક તબકકે ભારતીય હવાઈ દળના હેલીકોપ્ટર જે ક્રેઈન જેવી કામગીરી કરી શકે તેનો ઉપયોગ કરીને આ ટ્રકને હવામાં જ ઉંચકીને જમીન પર લાવવાની શકયતા ચકાસાઈ હતી પરંતુ તે શકય ન જણાતા હવે આણંદ જીલ્લા કલેકટરને બે દિવસમાં આ ટ્રકને જમીન પર લાવવા માટે જે કંઈ જરૂરી હોય તે પગલા લેવા આદેશ અપાયો છે.