New Delhi,તા.29
ઈન્કમટેકસ વિભાગે ઈલેકટ્રોનિક રીતે ફાઈલ કરેલ એવા ઈન્કમટેકસ રિટર્નના પ્રોસેસીંગ માટે સમય સીમા વધારવાનો નિર્ણય કર્યો છે જેને સીપીસી બેંગ્લુરુએ ભૂલથી ઈનવેલિડેટ કરી દીધા હતા. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસે સોમવારે જાહેર એક સકર્યુલરમાં આ જાણકારી આપી હતી.
સકર્યુલરમાં કહેવામાં આવ્યું હતું કે સીબીડીટીના ધ્યાનમાં આ વાત આવી છે કે વિભિન્ન એસેસમેન્ટ વર્ષ માટે ઈલેકટ્રોનીક રીતે ફાઈલ કરવામાં આવેલ આઈટીઆરની પ્રોસેસીંગમાં અનેક ટેકનીકલ કારણોથી ઈનવેલિડેશન જેવી ગરબડોની ફરિયાદો સીપીસી બેંગ્લુરુને મળી છે. આ રિટર્ન્સની પ્રોસેસીંગની ટાઈમ લિમિટ વીતી ચુકી છે.
આવી અંતિમ ટાઈમ લિમિટ એસેસમેન્ટ વર્ષ 2024-25 માટે 31 ડિસેમ્બર 2024 હતી. સકર્યુલરમાં કહેવામાં આવ્યું છે કે બોર્ડે આ બાબતે વિચાર કરતા નિશ્ચિત સમયમર્યાદામાં છૂટ દેવાનો નિર્ણય કર્યો છે.
સીબીડીટીએ નિર્દેશ કર્યો છે કે, 31 ડિસેમ્બર 2024 સુધી ફાઈલ કરવામાં આવેલ. આવા રિટર્ન્સને હવે પ્રોસેસ કરવામાં આવશે. જેને સીપીસીએ ભુલથી ઈનવેલિડેટ કરી દીધા હતા.
સીબીડીટીએ કહ્યું હતું કે આવા રિટર્નની પ્રોસેસીંગમાં બારામાં સંવંધિતા એસેસીને 31 માર્ચ 2026 સુધી સૂચના આપવામાં આવશે. લાગુ થનારા વ્યાજની સાથે રિફંડ જાહેર કરવા સહિત બધા નિયમ આ મામલામાં લાગુ થશે. જો કે જે મામલામાં પાન-આધાર લિંક નથી, તેમાં કાયદા મુજબ ટેકસ રિફંડ નહીં કરાય.