Mumbai,તા.17
આઇવેલ્યુ ઇન્ફોસોલ્યુશન્સ લિમિટેડ પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સનો આઈપીઓ ગુરુવાર, 18 સપ્ટેમ્બર, 2025ના રોજ ખોલવાની દરખાસ્ત કરે છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે બુધવાર, 17 સપ્ટેમ્બર, 2025 છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ સોમવાર, 22 સપ્ટેમ્બર, 2025 છે.
ઓફરનો પ્રાઇઝ બેન્ડ પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર માટે રૂ. 284થી રૂ. 299 નક્કી કરવામાં આવ્યો છે. પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના લઘુતમ 50 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 50 ઇક્વિટી શેર્સના ગુણાંક માટે બિડ્સ કરી શકાય છે.
આઈપીઓમાં વેચાણકર્તા શેરધારકો દ્વારા 1,87,38,958 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. તેમાં સુનીલ કુમાર પિલ્લઇ દ્વારા 7,62,115 સુધીના ઇક્વિટી શેર્સ, કૃષ્ણા રાજ શર્મા દ્વારા 11,64,645 સુધીના ઇક્વિટી શેર્સ, શ્રીનિવાસન શ્રીરામ દ્વારા 9,21,048 સુધીના ઇક્વિટી શેર્સ હિલ્દા સુનીલ પિલ્લાઇ દ્વારા 1,10,12,539 સુધીના ઇક્વિટી શેર્સ, સુંદરા (મોરિશિયસ) લિમિટેડ દ્વારા 1,10,12,539 સુધીના ઇક્વિટી શેર્સ અને વેંકટેશ આર દ્વારા 6,32,196 સુધીના ઇક્વિટી શેર્સ, સુબોધ અંચન દ્વારા 5,92,726 સુધીના ઇક્વિટી સેર્સ, રોય અબ્રાહમ યોહન્નાન દ્વારા 4,77,949 સુધઈના ઇક્વિટી શેર્સ, બ્રિજેશ શ્રીવાસ્તવ દ્વારા 4,57,159 સુધીના ઇક્વિટી શેર્સ, એલ નાગભુષણ રેડ્ડી દ્વારા 4,49,915 સુધીના ઇક્વિટી શેર્સ, રણ વિજય પ્રતાપ સિંહ દ્વારા 4,49,916 સુધીના ઇક્વિટી શેર્સ, રવિન્દ્ર કુમાર શંખલા દ્વારા 3,77,099 સુધીના ઇક્વિટી શેર્સ અને વેંકટ નાગ સ્વરૂપ મુવ્વલા દ્વારા 4,41,415 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.