Rajula તા.૧૧
જાફરાબાદ તાલુકાનું શીયાળબેટ ગામ જે દરીયાઇ ટાપુ પર વચ્ચે આવેલુ છે. શીયાળબેટ ગામમાં ઇમરજન્સી દર્દીઓ અને સર્ગભા મહિલાઓને હોસ્પિટલ ખાતે પહોંચાડવા માટે મુશ્કેલીઓ પડતી હતી. અને ઇમરજન્સી હોય ત્યારે દર્દીઓને ખુલ્લી બોટ મારફતે જેટ પર લાવવામાં આવતા હતા. ત્યારે હવે પીપાવાવ પોર્ટ અંતર્ગત હેલ્થ સર્વિસ એમ્બ્યુલન્સ બોટની ભેટ આપવામાં આવી હતી. અને અધિકારીઓ તથા કર્મચારીઓની ઉપસ્થિતમાં આ ઇમરજન્સી બોટનું લોકાર્પણ કરાયુ હતું. હવે શીયાળબેટ ગામમાં દર્દીઓને એમ્બ્યુલન્સ મારફતે સમુદ્ર વચ્ચે તુરત સારવાર મળી રેહશે. અને ૨૪ કલાક માટે આ ઇમરજન્સી એમ્બ્યુલન્સ તૈનાત કરવામા આવી છે. આરોગ્યની સુવિધાઓમાં વધારો થયો છે. આ એમ્બ્યુલન્સ પીપાવાવ પોર્ટ અંતર્ગત બોટની ભેટ આપતા શીયાળબેટ ગ્રામજનોમા ખુશીનો માહોલ છવાયો હતો.