Jafrabad,તા.18
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી હતી. નેશનલ હાઇવે પર માટીના કોઈ કારણસર પાળા કરેલ હોવાથી અકસ્માત સર્જાવાની ધટના બની રહી છે. અને માટીના પાળા હોય જેથી સાઈન બોર્ડ તથા સેફ્ટીને લગતા કોઈ બોર્ડ મારવામા આવેલ નથી ત્યારે વાહનચાલક હાઇવે પર મુસાફરી કર્તા સમયે અચાનક વાહનો માટીના પાળા પર ચડી જવાને કારણે અકસ્માતની ઘટના બની રહી છે. જેમા જાફરાબાદ તાલુકાના હેમાળ અને છેલણા ગામ વચ્ચે ફોરવ્હીલ કારનો અકસ્માત સર્જાયો. અકસ્માતમા ફોરવ્હીલ કાર સવારને હાઇવે પર માટીનો પાળો હોવાથી ફોરવ્હીલ કાર પાળા પર ચડી જતાં પલટી મારી ગઈ હતી. જેથી ફોરવ્હીલ કારને ભારે નુકશાન થયું હતું. સદનસીબે અકસ્માતમાં ફોરવ્હીલ ચાલકનો આબાદ બચાવ થયો હતો. બીજી તરફ મોડીરાતે હાઇવે પર જ છેલણા ગામ નજીક ટુ-વ્હીલ માટીના પાળા પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બે લોકો ઇજાગ્રસ્ત થયા જેને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. ઉપરાંત હાઇવે પર એક જ દિવસમાં બે અકસ્માતની ઘટના બની હતી. અને વારંવાર અકસ્માત સર્જાતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે નેશનલ હાઇવેની ઘોર બેદરકારી સામે આવી છે. હાઇવે પર વિના કારણોસર માટીના પાળા કર્યા હોવાથી નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ બાબતને તંત્ર દ્વારા ધ્યાન આપી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે…….

