Mumbai,તા.13
હાલ દિગ્ગજ અભિનેતા 89 વર્ષીય ધર્મેન્દ્રની તબિયત નાજુક છે. તેઓ બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં એક અઠવાડિયાથી વધુ સમય માટે દાખલ હતા પરંતુ ગઈકાલે પરિવારના નિર્ણય બાદ તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે અને હવે ઘરે જ સારવાર અપાશે.
અનેક સેલિબ્રિટી પરિવારને મળવા પહોંચી અને ધર્મેન્દ્રના ખબર અંતર પૂછ્યા. ત્યારે ગઈકાલે પોતાના મિત્રને મળવા ખુદ ગાડી ચલાવીને પહોંચ્યા અમિતાભ બચ્ચન. 83 વર્ષીય અમિતાભ સામાન્ય રીતે ક્યારેય ગાડી ચલાવતા જોવા નથી મળતા પરંતુ તેમના ખાસ મિત્રની ખબર પૂછવા તેઓ ખૂબ તેમની બીએમડબલ્યુ કારમાં પહોંચ્યા હતા.
મુંબઈના જુહુ વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રના ઘરની બહાર મીડિયા કેમેરામેન ખૂબ જ મોટી સંખ્યામાં હોય છે ત્યારે ધ્યાનપૂર્વક બિગ બીએ ગાડી ચલાવી હતી. અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રએ શોલે, ચુપકેચૂપકે, રામ બલરામ, નસીબ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ફિલ્મ શોલેનું `યે દોસ્તી હમ નહીં તોડેંગે’ ગીત ખૂબ જ લોકપ્રિય બન્યું હતું અને ખાસ કરીને તેમાં બંનેના પાત્રો જય અને વીરૂ..

