Dubai,તા.15
14 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમાઈ હતી. જેમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી કારમી હાર આપી છે. ત્યારે આ મેચમાં એક પછી એક એવી ઘટનાઓ બની જેણે પાકિસ્તાનને શરમમાં મૂકી દીધું. પહેલીવાર ટોસ દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની ટીમના કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ પણ મિલાવ્યો ન હતો. બીજી વાર જ્યારે રાષ્ટ્રગાનનો સમય થયો ત્યારે પાકિસ્તાનના રાષ્ટ્રગાનને બદલે સ્ટેડિયમમાં ‘જલેબી બેબી’ ગીત વાગ્યું. એક તરફ, જ્યારે પાકિસ્તાની ખેલાડીઓ પોતાનું રાષ્ટ્રગાન સાંભળવાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે સ્ટેડિયમમાં ડીજે પર ‘જલેબી બેબી’ ગીત ગુંજી ઉઠ્યું.આંતરરાષ્ટ્રીય અને એશિયન ટુર્નામેન્ટમાં મેચ પહેલા બંને દેશોનું રાષ્ટ્રગાન વગાડવામાં આવે છે. ભારત-પાકિસ્તાન મેચમાં પણ રાષ્ટ્રગાનની પરંપરા શરૂ થઈ રહી હતી અને પાકિસ્તાનનું રાષ્ટ્રગાન પહેલા વગાડવાનું હતું. પાકિસ્તાની ખેલાડીઓ રાષ્ટ્રગાન માટે સીધી લાઈનમાં તૈયાર ઉભા હતા અને પછી જેસન ડેરુલો અને ટેશરનું ગીત ‘જલેબી બેબી’ અવાજ પર વાગ્યું અને પાકિસ્તાની ખેલાડીઓ આ સાંભળીને દંગ રહી ગયા.