Jam Khambhaliya, તા.3
ખંભાળિયા નજીકના દ્વારકા ઓવર બ્રિજ પાસેથી આજરોજ બપોરે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપળ્યો છે. જે અંગે પોલીસ દ્વારા મૃતકના વાલી-વારસની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા શહેરની પાદરમાં આવેલા ઓવરબ્રિજ નજીકની મઢૂલી હોટલ પાસેથી આશરે 40 થી 45 વર્ષની વયના એક અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની જાણ સ્થાનિકો દ્વારા ખંભાળિયા પોલીસને કરવામાં આવી છે.
મૃતક યુવાને બ્લુ કલરનું પીળા તથા કાળા કલર વાળા પટ્ટાનું ટીશર્ટ પહેર્યું છે. તેના જમણા હાથ પર હિન્દીમાં “રઘુદાસ સંગદિપા” ત્રોફાવેલું છે. ઉપરોક્ત યુવાનના પરિવારજનોએ ખંભાળિયા પોલીસ મથકના ફોન નંબર 63572 40735 ઉપર સંપર્ક સાધવા તપાસનીસ પી.એસ.આઈ. એન.એસ. ગોહિલની એક યાદીમાં જણાવ્યું છે.

