Jamnagar, તા ૨૧,
જામજોધપુર પો.સ્ટે ના પો.ઇન્સ એ.એસ.રબારી ની આગેવાની હેઠળ પો.સ્ટે . ના પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી દેશી દારૂ નો ઉત્પાદન તથા વેપલો સદંતર બંધ થાય તે રીતે નુ આયોજન કરી અલગ-અલગ જગ્યા એ દરોડા પાડવામાં આવ્યા હતા.
જે દરમિયાન બોચવડીનેશ ગામે આવેલ સ્મશાન પાસે નદીના કાંઠે બાવળની કાટમા દેશી દારૂ બનાવવા ની ચાલતી ભઠ્ઠી ઉપર દરોડો પાડી દેશી દારૂ લી.૧૦૦ કી.રૂ.૨૦,૦૦૦ ની કિંમત નો ૧૦૦ લીટર દેશી દારૂ , તથા રૂ.૧૨૫૦૦ ની કિંમત નો ૫૦૦ લીટર કાચો આથો તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૩૪, ૨૫૦ ની કિંમત નો મુદામાલ કબ્જે કર્યો હતો.
તથા ગાંધેશ્વર મંદીર પાછળના ભાગે આવેલ પાટી વાડી વિસ્તાર માથી દેશી દારૂ નો જથ્થો લી.૨૫૦ કી.રૂ.૫૦,૦૦૦ તથા અન્ય મુદામાલ કી.રૂ.૫૦,૦૦૦ , મળી કુલ રૂ .૧,૦૦,૦૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો. આમ ઉપરોકત કાર્યવાહી દરમિયાન જામજોધપુર પોલીસ સ્ટાફ દ્વારા કુલ મુદામાલ કી.રૂ.૧,૫૨,૨૫ નો કબ્જે કરી તમામ આરોપીઓ વીરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.