Srinagar,તા.07
જમ્મુ-કાશ્મીરમાં નવી સરકારની રચના બાદ ફરી કલમ 370નો મુદો ચગ્યો છે અને હવે આજે વિધાનસભા ગૃહમાં આ મુદે પીડીપીના સભ્યોએ કલમ 370ની પુન: સ્થાપના મુદે પોષ્ટર દર્શાવતા અને સૂત્રોચ્ચાર કરતા ભાજપના સભ્યોએ તેનો વિરોધ કરતા વિધાનસભા શાસક- વિપક્ષના સભ્યો વચ્ચે જબરી અથડામણ અને મારામારી થઈ હતી.
લગભગ 10 મીનીટ સુધી આ સભ્યો વચ્ચે ખુલ્લા હાથની મારામારી અને એકબીજા પર હુમલા થતા રહ્યા હતા. લોકસભાના સાંસદ એન્જીનીયર રશીદના ધારાસભ્ય ભાઈ ખુર્શિદ અહેમદ શેખે કલમ 370 અંગે બેનર પોષ્ટર લગાવ્યા દેખાડતા મામલો બીચકયો હતો.
વિપક્ષના નેતા સુનિલ શર્માએ તેનો વિરોધ કરતા તેમને ઘેરી લેવાયા હતા અને જબરો હંગામો થયો હતો અને સભ્યો ગૃહની મધ્યમાં ધસી આવ્યા હતા તથા ખુલ્લા હાથની મારામારી થઈ હતી.
માર્શલે મામલો શાંત પાડવા કોશષ કરી હતી પણ ભાગ્યે જ કોઈ ફર્ક પડયો. વિધાનસભા અધ્યક્ષે 15 મીનીટ સુધી ગૃહ મુલત્વી રાખ્યુ હતું. પણ તે પછી પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. બાદમાં માર્શલે તમામને બહાર કાઢયા હતા અને મામલો શાંત કરવા કોશીશ કરી હતી.