Jamnagar તા.5
જામનગર તાલુકામાં પોલીસે દિવાળીના સપરના તહેવારોમાં જુગારનો પાટલો માંડી પૈસાની હારજીત કરી રહેલાં શખ્સો સામે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું હતું. તાલુકામાં પોલીસે ચાર સ્થળે દરોડો પાડી કુલ 18 શકુની શિષ્યોને ઝડપી પાડ્યા હતાં. પોલીસે તમામ શખ્સોના કબ્જામાંથી રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સિટી સી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે વુલનમીલ ફાટક પાસે આંબેડકર બ્રિજ નીચે જાહેરમાં જુગાર રમી રહેલાં ઈમરાન ગરફારભાઈ મેકાણી (ઉ.વ.29, રહે.હર્ષદમીલની ચાલી હુશેનીચોક 80 ફૂટ રોડ જામનગર), બીલાલ સુલેમાનભાઈ સાંઢ (ઉ.વ.28, રહે.ઢીંચડા ગામ સામરાજપીરની દરગાહની બાજૂમાં જામનગર), અનુજ રાજૂભાઈ બોડ (ઉ.વ.19, રહે.અંધાશ્રમ આવાસ બ્લોક નંબર.112, રૂમ નંબર.1, જામનગર) નામના ત્રણ શખ્સોને રૂા.10,803 ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતાં. પોલીસે તમામ શખસોએ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંચકોષી બી ડિવિઝન પોલીસે દરેડ નજીક નયારા પેટ્રોલપંપની પાછળ રોડ પર સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલાં અરબાજ બુધ્ધ શોખ (ઉ.વ.20, રહે.દરેડ જી.આઈ.ડી.સી, વીશાલ ચોક પ્લોટ નં-132 તા.જી.જામનગર), મુકદર મુજબીર શેખ (ઉ.વ.31, રહે.દરેડ જી.આઈ.ડી.સી વીશાલ ચોક પ્લોટ નં-132 તા-જી.જામનગર), તારીકુલ ધસીત શેખ (ઉ.વ.34, રહે.કનસુમરા જી.આઈ.ડી.સી બી.એમ.ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પ્લોટ નં-3/4 કીશનભાઈના કારખાનામા તા.જી.જામનગર), ફેઝાન સતાર શેખ (ઉ.વ.19, રહે- દરેડ જી.આઈ.ડી.સી શીવ સર્કલ મધુરમ કારખાનામાં તા.જી જામનગર) નામના ચાર શખ્સોને રૂા.14100 ની રોકડ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પંચકોષી બી ડિવિઝન પોલીસે જ દરેડ નળી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલાં બીંદા માતાપ્રસાદ ચૌરસીયા (ઉ.વ.30 રહે- દરેડ લાખાભાઇની ખોલીમા તા-જી.જામનગર), શંકર વિશ્રામભાઇ શાહ (ઉ.વ.30 રહે- દરેડ કેતનભાઇના કારખાનામા જી.આઇ.ડી.સી પ્લોટ નં.3901 તા.જી.જામનગર), ઇંદ્રજીત શ્રીમ્રુદલ શાહ (ઉ.વ.24, રહે- દરેડ 72 ખોલીની બાજુમા ભરતભાઇની ખોલીમા તા.જી.જામનગર), તિમલ દરોગાભાઇ પાસવાન (ઉ.વ.28, રહે-દરેડ 90 ખોલીની બાજુમા વિજયભાઇની ખોલીમા તા.જી.જામનગર), મજહર મુજફ્ફરભાઈ શેખ (ઉ.વ.28, રહે- દરેડ 72 ખોલીની બાજુમા ભરતભાઇની ખોલીમા તા.જી.જામનગર), મુકેશ ગામાભાઇ સરોજ (ઉ.વ.24, રહે- દરેડ 72 ખોલીની બાજુમા ભરતભાઇની ખોલીમા તા.જી.જામનગર) નામના છ શખ્સોને રૂા.12680 ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતાં.
પંચકોષી બી ડિવિઝન પોલીસે જ દરેડ ગામ નજીક મસીતિયા રોડ પર ખોલીની સામે જાહેરમાં જુગાર રમી રહેલાં શક્તી કલુભાઈ જાટવ (ઉ.વ.25 રહે- દરેડ ગામ એફ.સી.આઈ ગોડાઉનની પાછળ જસ્મીનભાઈના કારખાનામા તા-જી.જામનગર), અનુપ ધરમસિંહ જાટવ (ઉ.વ.24, રહે.દરેડ ગામ મસીતીયા રોડ અશોકભાઈની ખોલીમા તા.જી.જામનગર), ત્રીભુવનકુમાર ઘનશ્યામભાઈ વિષ્વકર્મા (ઉ.વ.45, રહે- દરેડ ગામ એફ.સી.આઈ ગોડાઉનની પાછળ દેવાભાઈની ખોલીમા તા.જી.જામનગર), પવન પ્રતાપભાઈ જાટવ (ઉ.વ.27, રહે-દરેડ ગામ મસીતીયા રોડ સાંગાભાઈની ખોલીમા તા.જી.જામનગર), માતાપ્રસાદ ગોટીરામ જાટવ (ઉ.વ.38, રહે.દરેડ ગામ મસીતીયા રોડ સાંગાભાઈની ખોલીમા તા.જી.જામનગર) નામના પાંચ શખ્સોને રૂા.10,270 ની રોકડ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.