Jamnagar,તા.5
યાત્રાધામ દ્વારકામાં દિવાળીના તહેવાર દરમ્યાન દિવાળી નુતન વર્ષ ભાઇબિજના દ્વારકા -બેટ દ્વારકામાં આ વર્ષ રેકોર્ડ બ્રેક સર્જાયો ભાવિકો અને ટુરીસોથી દ્વારકા છલકાયું હતું. હોટલ ગેસ્ટહાઉસ હાઉસ ફુલ થૈઇ ગયેલ હતા. રેસ્ટોરનમાં ચિક્કાર ગિરદી દ્વારકામાં તહેવાર દરમ્યાન માનવ મહેરામણ ઉમટી પડ્યું હતુ. હૈયે હૈયુ દળાય એટલી ભિડ ઉમટી હતી. દિવાળીના બીજા દિવસે દ્વારકાધીશજીને અન્કોટ મનોરથ રાખવામાં આવ્યો હતો.
ભાવિકો દ્વારકાધીશના દર્શન કરી ભાવ વિભોર બન્યા હતા. દ્વારકા આસપાસ ફરવા લાયક સ્થળ શિવરાજપુર બિચ, ઓખામઠી બીચ, તેમજ દ્વારકા પંચકુઇ વિસ્તાર બિચ ખાસ બેટ દ્વારકા સુદર્શન સેતુ ઉપર ફોટો ગ્રાફી તેમજ ફરવા માટે ટુરીસો ઉમટી પડ્યા હતા.
દિવાળી પર્વમાળાનાં રજાના દિવસોમાં દ્વારકાધીશ મંદિરે સ્વર્ગ દ્વારા તેમજ મોક્ષ દ્રાર સતત પાંચ દિવસથી શ્રધ્ધાળુઓથી દ્વારકામા ચિક્કાર ગીરદી જોવા મલી હતી. બન્ને મુખ્ય ગેટ પર ભાવીકોની ઠાકોરજીના દર્શન કરવા માટે લાંબી કતારો જોવા મલી હતી. મંદિર આસપાસ વિસ્તારમાં ચિકકાર ગિરદીના કારણે રસ્તાઓ સાકડા પડ્યા હતા.
દ્વારકા શહેરના તમામ પાકિંગોમાં હાઉસફુલ થૈઇ ગયેલ હાઇવે પર ફોર વિલર્સની પાંચ કિમી સુધી લાંબી કતારો નજરે પડી હતી. દ્વારકામાં હોટલો ગેસ્ટાહાઉસ બહાર પણ ફોર વિલ્સના અડીંગા જામ્યા હતા. તહેવાર પર દ્વારકામાં જામ પેક થૈઇ ગયેલ હતું. હોટલો રેસ્ટોરન્ટો પણ હાઉસ ફુલ જોવા મળ્યા હતા. દ્વારકામાં માનવ મહેરામણ ઉમટી પડતા હોટલો, ગેસ્ટહાઉસો, રેસ્ટોરન્સો, પ્રસાદના વેપારી સહિત યાત્રીકો ઉપર નભતા વેપારી સહિતના ધંધાઓમાં નવા વર્ષની શુભ શરૂઆતમા તેજીનો કરંટ જોવા મલ્યો.
જગ વિખ્યાત દ્વારકાધીશ જગતમંદિરે પણ વારદાર પુજારીએ દરરોજ શ્રીજીને તહેવારને અનુલક્ષી અલૌકીક ઝાખીના દર્શન રાખવામાં આવ્યા હતા. દ્વારકાધીશના દર્શન માટે ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. કલાકો સુધી ભકતોએ દ્વારકાધીશજીના દર્શન કરવા લાઇનમાં વેઇટીંગમાં રાહ જોવી પડી હતી.
ભાઇબીજનાં પવિત્ર દિવસે ગોમતી સ્નાનનું મહત્વ હોવાથી વહેલી સવારથી ભાવિકોનો ગોમતી ધાટ ઉપર ઘસારો જોવા મળ્યો હતો. સંખ્યાબંધ ભાવિકોએ ગોમતી સ્નાન કરી પૂણ્યનું ભાથુ બાંધ્યુ હતું. સાંજે ગોમતી માતાજીની આરતી યોજવામાં આવી હતી. અને ચુંદડી મનોરથ યોજવામાં આવ્યો હતો. તે દર્શનો હજારો ભાવિકોએ લાભ લિધો હતો.
એક લોકવાયકા અનુસાર પવિત્ર ભાઇબીજના દિવસે યમુનાજી એ યમરાજાને ભોજન માટે આમંત્રિત કર્યા હતા બહેનનું આમંત્રણ સ્વીકાર કરી યમરાજા આ શુભ દિવસે સોનાની દ્વારકામાં ભોજન આરોગ્યું હતું. અને આશીર્વાદ આપ્યા હતા. કે જે કોઈ આ ભાઇબીજ નાં પાવન દિને પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી દીપદાન કરશે તેમને યમરાજા કયારેય નડતરરૂપ થશે નહિ. ભાઇબીજ નાં પાવન દિને હજારો યાત્રાળુઓ દ્વારકાવાસીઓ એ ગોમતી ઘાટે મહાઆરતી નો લાભ લીધો હતો.
અને ભાઇ બહેને સાથે ગોમતી સ્નાન કરી ગોમતી નદિમાં દિવડા પ્રગ્ટાવી દિપદાન કર્યુ હતુ. આ પાવન દિને જગત મંદિરે પૂજારી પરિવાર દ્વારા દ્વારકાધીશજી ને યમુના મહારાણીનાં દિવ્ય શૃંગાર કરી યમુના મહારાણી જેવો શ્રીજીને ભાવ અર્પણ કરવામા આવ્યો હતો. આ અલૌકિક શૃંગાર દર્શનો સંખ્યાબંધ ભાવિકોએ લાભ લીધો હતો. આ ઉપરાંત તહેવાર દરમ્યાન દ્વારકા દર્શન રૂક્ષ્મણી મંદિર નાગેશ્વર ગોપીતળાવ બેટ દ્વારકા પણ હજારો ભાવિકોએ દર્શનો લાભ લિધો હતો.
દ્વારકા આસપાસ ફરવા લાયક સ્થળ દ્વારકાથી પંદર કિમી દુર શિવરાજ પુર ખાતે આવેલ બ્લું ફ્લેગ બિચ પર તેમજ દ્વારકા જામનગર વચ્ચે આવેલ ઓખામઠી બીચ તેમજ દ્વારકામાં ગોમતીધાટ સામે આવેલ પંચકુઇ વિસ્તાર બિચ પર હજારો લોકોએ હરી ફરી આનંદ માણ્યો હતો. તહેવારોના પાંચ દિવસ સુધી હાઇવે પર ફોરવિલ્સ ની બન્ને સાઇડો લાંબી કતારો લાગી હતી.