Jamnagar,તા.22
જામનગર તા ૨૨,જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી એક ખાનગી બેંકના એ.ટી.એમ. મશીનમાં થી જુદા જુદા ખાતામાં જમા પડેલી રૂપિયા ૨૫ હજારની રકમ શેરવી લેનાર ત્રણ શખ્સો સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી આઈ.સી.આઈ.સી.આઈ. ના એટીએમ મશીનમાં કોઈ ત્રણ અજાણ્યા કૌભાંડ કર્યું હતું, અને અલગ-અલગ બેંક ખાતેદારોના ખાતામાંથી આશરે ૨૫,૦૦૦ જેટલી રકમની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું.
જે બનાવ અંગે બેંકના બ્રાન્ચ મેનેજર રવિભાઈ રમેશભાઈ સાપરીયાએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ આર. ડી. ગોહિલે બેંકના એ.ટી.એમ. મશીનના સીસીટીવી કેમેરા ના ફૂટેજ ના આધારે ત્રણ ચીટર શખ્સો ની શોધખોળ શરૂ કરી છે.