Jamnagar તા.24
જામનગર જિલ્લામાં 6 વર્ષમાં 12 સરકારી શાળા મર્જ કરવામાં આવી છે. જ્યારે 17 ખાનગી શાળા બંધ થઈ છે. વિધાર્થીઓની ઓછી સંખ્યાના કારણે સરકારી શાળા નજીકની શાળામાં મર્જ કરવાની ફરજ પડી છે. જેની સામે જિલ્લામાં ફક્ત નવી 6 શાળા શરૂ થઈ છે. આથી આમાં ક્યાંથી ભણે જામનગર તે સવાલ ઊઠયો છે. બીજી બાજુ શિક્ષણને વેપલાનું સાધન બનાવી તોતીંગ ફી વસૂલવામાં આવતી હોય જામનગર જિલ્લામાં 5 વર્ષમાં નવી 32 ખાનગી શાળા મંજૂર થઈ છે. ત્યારે દિન-પ્રતિદિન શિક્ષણ મોંધુ બનતા વાલીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.
જામનગર જિલ્લામાં સરકારી શાળાઓમાં શિક્ષકોના અભાવ, શાળાની સ્થિતિ તેમાં સુવિધા સહિતના કારણોસર આજના હરીફાઈના યુગમાં વાલીઓની પસંદગી ખાનગી શાળા રહે છે. ત્યારે જામનગર જિલ્લામાં છેલ્લાં 6 વર્ષમાં એટલે કે, વર્ષ 2018-19 થી 2023-24 સુધીના સમયગાળામાં ફકત 6 નવી સરકારી શાળા શરૂ થઇ છે.
જેની સામે 12 સરકારી શાળા અન્ય સરકારી શાળામાં મર્જ એટલે કે બંધ કરવામાં આવી છે. સરકારી શાળા મર્જ એટલે કે બંધ કરવા પાછળ મહત્વનું કારણ વિધાર્થીઓની ઓછી સંખ્યા છે. શિક્ષણ વિભાગના પરિપત્ર અનુસાર સરકારી શાળામાં વિધાર્થીઓની સંખ્યા ઓછી હોય નજીકની શાળામાં મર્જ કરવામાં આવી છે. બીજી બાજુ શિક્ષણને વેપલો બનાવી તોતીંગ ફી વસૂલતી ખાનગી શાળાઓની સંખ્યામાં તોતીંગ વધારો થયો છે. કારણે જિલ્લામાં છેલ્લાં 6 વર્ષમાં 32 નવી ખાનગી શાળાને મંજૂરી આપવામાં આવી છે. જેની સામે 17 3 ખાનગી શાળા બંધ થઇ છે.
આમ 2 સરકારી સામે ખાનગી શાળા બંધકથવાનું પ્રમાણ વધુ છે. જેની સામે નવી સરકારી શાળા શરૂ થવાનું પ્રમાણ સામે – ખાનગી શાળા શરૂ થવાનું પ્રમાણ 5 ગણું છે. સરકારી શાળામાં ગણવેશ,પાઠયપુસ્તકો, મધ્યાહન સહિતની ભોજન સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે. આમ છતાં વર્તમાન સમયમાં વાલીઓનો ઝોક ખાનગી શાળા તરફ વધુ છે. આથી ખાનગી શાળાના સંચાલકો તોતીંગ ફી વસૂલી રહ્યા છે. બીજી બાજુ ખાનગી શાળાઓ માટે ફી રેગ્યુલેશન કમીટી બનાવામાં આવી છે. પરંતુ ખાનગી શાળાના સંચાલકો આ કીમીટીને પણ યેનકેન પ્રકારે ઉધા ચશ્મા પહેરાવી વાલીઓ પાસેથી મસમોટી રકમ ફી સ્વરૂપે ખંખેરી રહ્યા છે.