Jamnagar,તા.18
જામનગર તાલુકાના મૂંગણી ગામમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી ચાર મહિલા તથા એક પુરુષને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી રોકડ રકમ તથા જુગારનો સામાન કબ્જે કર્યો છે.
જામનગર તાલુકાના સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફે ગઈકાલે મૂંગણી ગામમાં જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી નયનાબા ભીખુભા કંચવા, કંચનબા ભીખુભાઈ જાડેજા, હીનાબેન વિનોદભાઈ વાડોલીયા, આબેદુન સતારભાઈ વસા તેમજ સતારભાઈ હુસેનભાઇ વસા નામના દંપત્તિ સહિત પાંચ પત્તાપ્રેમીઓને અટકાયતમાં લઇ, તેઓ પાસેથી રૂપિયા 3,255 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.