Jamnagar,તા.26
જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા એક શ્રમિક યુવાનના ખીસ્સામાંથી મોબાઇલ ફોનની ચોરી થઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગરના ગોકુલ નગર નજીક દ્વારકેશ સોસાયટી શેરી નંબર પાંચ માં રહેતા અને મજૂરી કામ કરતા સંદીપભાઈ માલદેભાઈ નામના ૩૧ વર્ષના યુવાને પોતાના શર્ટના કિસ્સામાંથી રૂપિયા ૧૧,૦૦૦ ની કિંમતમાં મોબાઈલ ફોનની ચોરી થઈ જવા અંગે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.