Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શટડાઉન ઉકેલના સંકેત અને ટ્રેડ ડીલની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં તેજી…!!!

    November 11, 2025

    Delhi Blast ની ઘટનાને લઈને આમિર ખાન-અલ્લૂ અર્જુન સહિતના સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું

    November 11, 2025

    Bihar માં અંતિમ તબકકામાં પણ ભારે મતદાન

    November 11, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શટડાઉન ઉકેલના સંકેત અને ટ્રેડ ડીલની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં તેજી…!!!
    • Delhi Blast ની ઘટનાને લઈને આમિર ખાન-અલ્લૂ અર્જુન સહિતના સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું
    • Bihar માં અંતિમ તબકકામાં પણ ભારે મતદાન
    • Gondal yardમાં ગોંડલીયા મરચાની સિઝનની સૌપ્રથમ 3000 ભારીની આવક
    • Shah Rukh Khanની આગામી ફિલ્મ `કિંગ’ ભારતની સૌથી મોંઘી ફિલ્મ બની
    • Rajkot: પૂર્વ પત્નીએ દુષ્કર્મની ખોટી અરજી કરતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો
    • Rajkot: ભગવતીપરામાં જ્યોતિ વાઘેલાનો ગળાફાંસો ખાઈ આપઘાત
    • PM Janmanના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે: પુરસ્કાર એનાયત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar પોકસો કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
    જામનગર

    Jamnagar પોકસો કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

    Vikram RavalBy Vikram RavalJanuary 7, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જામનગર તા.7
    વાછડાદાદાના મંદિર પાસે રાવલવાસમાં રહેતા ભોગબનનાર તેના મા-બાપ સાથે રહેતી હતી. તેમજ ભોગબનનાર કારખાને જવાનું હોય જેથી ભોગબબનાર વહેલી સવારે કયાંક જતી રહેલ આજુ-બાજુમા તપાસ કરતાં ભોગબનનાર મળી આવેલ ન હોય ત્યારબાદ ભોગબનનાર ખુદ પોતાના ઘરે પરત આવી જતાં ભોગબનનારના માતાએ તેમને પુછતા ભોગબનનારે આરોપી તેમનું અપહરણ કરી બળાત્કાર કરેલ તેવું તેમની માતાને જણાવેલ હતું. જેથી તેમની માતાએ જામનગર પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટેશન આરોપી સામે ઈ.પી.કોડ કલમ-363, 366, 376, 506(2) તેમજ પોકસો એકટની કલમ 4, 6, 12 મુજબ એફ.આઈ.આર.ફડાવેલ જે સદરહું કેસ જાપનગરની સ્પે.પોસ્કો કોર્ટમાં ચાલી જતા આરોપીના વડીલની ધારદાર દલીલ માન્ય રાખી આરોપીને જામનગરની સ્પે. પોસ્કો કોર્ટે નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો. આ તમામ આરોપી શૈલેષ ઉર્ફે ભલીયા રાજેશ રાઠોડના વકીલ તરીકે જામનગરના એડવોકેટ ધરતી એસ. ત્રિવેદી રોકાયેલ હતા.
    નિર્દોષ છુટકારો
    આ ચકચારી કેસની હકીકત એવી છે કે, ખંભાળિાય બાયપાસ પર આવેલ આશિર્વાદ હોટલ નજીક આવેલ ગીતા ટ્રેડીંગ કાું. ના નામથી ધંધો કરતાં મનોજ ઉર્ફે મનુ અરજણભાઇ નંદાસણા, વિજયભાઇ રમેશભાઇ જહાંગીરપરા એલડીઓમાં કેરોસીનનું મિશ્રણ કરી ભળતી પ્રોડક્ટ કરી વેચાણ માટે મંગાવી તેમજ આરોપીઓ ભીખુસિંહ જાડેજા, બહાદુરસિંહ ટપુભા જાડેજા, પુશપેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા ઉર્ફે પીન્ટુ શ્રીનાથસિંહ ચૌહાણ પોતે જાણતા હોવા છતાં તેમના કબ્જા ભોગવટાવાળા ટેંકમાં હેરાફેરી કરી દરેકે એકબીજાને મદદગારી કરી હોવા સંબંધ જામનગર લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા તા.15-1-2006 ના રોજ ખંભાળિયા બાયપાસ આશિર્વાદ હોટલ નજીક ગીતા ટ્રેડીંગ કાું.માં દરોડો પાડી રૂા.17,38,000 નો મુદ્દામાલ જેમાં એલડીઓ 37500 લીટર સહિત ટેન્કર જીજે-9-વી-4417 અને જીજે-10-ટી-5345 સહિતનો મુદ્દામાલ પકડી પાડેલ અને એલસીબી શાખાના તત્કાલિન પીઆઇ આર.સી.રાઠોડ દ્વારા પાંચેય આરોપીઓ સામે ગુજરાત આવશ્યક ચીજવસ્તુ ધારા 1955 ની કલમ 37 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ચાર્જશીટ કરેલ. જે કેસ જામનગર એડીશનલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ એસ.એમ.ક્રિસ્ટીની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપીઓને નિર્દોશ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ છે. આ કેસમાં આરોપીઓ તરીકે વકીલ રણમલ એમ.કાંબરિયા, અભીષેક બી. નંદા, રવિ કરમુર અને હિતેશ ગાગિયા રોકાયા હતાં.
    જામીનમુક્તિ
    જોડિયા તાલુકાના ખીરી ગામમાં આવેલા ભાયાભાઇ નારણભાઇ કંડોરિયા નામના ખેડૂતના ખેતરના શેઢે બાંધવામાં આવેલી ફેન્સીંગમાં વહેતા મુકાયેલા વીજ કરંટને અડકી જતાં લાલુભાઇ સહેપસીંગ અજનાર નામના શ્રમીકનું મૃત્યું થયું હતું તે પછી આ ખેતરના શ્રમીક કાલુભાઇ ભુરસીંગ બુંદેડિયાઅ તે મૃત્તદેહને દૂર ફેંકી દીધો હતો તેમાં તેની પત્ની કારીબેને સહયોગ આપ્યો હતો. પોલીસે પુરાવાનો નાશ અને મનુષ્ય વધનો ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. તે બનાવના આરોપીઓ કાલુભાઇ ભરસીંગ બુંદેડિયા તથા ભાયાભાઇ નારણભાઇ કંડોરિયા દ્વારા જામીન મુક્ત થવા અરજી કરતાં એડીશનલ સેશન્સ જજ મંડાણી દ્વારા બન્ને અરપીઓને 25-25 હજારના જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરેલ છે. આરોપીઓે તરફે વકીલ રણમલ એમ. કાંબરિયા, અભીષેક બી. નંદા, રવિ કરમુર તથા હિતેશ ગાગિયા રોકાયા હતાં.
    જમીન ધોવાણનો કેસ રિમાન્ડ કરાયો
    જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામના રહીશ હરીલાલ કરમશીભાઈ વિરાણીની ખેતીની જમીન નવા રે.સ.નં.537 થી આવેલ છે. અને આ જમીનમાં જમીન ધોવાણ ન થાય તે માટેનો પાળો આવેલ છે. આ જ ગામના રહીશ દામજીભાઈ કેશાભાઈ વિગેરેએ મામલતદારશ્રી કાલાવડ સમક્ષ મામ કોર્ટ કેશ દાખલ કરી પાળો તોડી નાખવા માટે મામ.કોર્ટ એકટની કલમ 5 મુજબ કેશ દાખલ કરેલ. જે કેશમાં મામલતદાર કાલાવડ દ્વારા પાળો તોડી નાખવાનો હુકમ કરેલ હતો. જેનાથી નારાજ થઈ હરીલાલ કરમશીભાઈ વિરાણી દ્રારા તે હુકમ ભુલ ભરેલ હોય તે બાબતની રીવીઝન અરજી પ્રાંત અધિકારી (શહેર) જામનગર સમક્ષ દાખલ કરેલ. જે કેશમાં અરજદાર હરીલાલ કરમશીભાઈ વિરાણીના વકીલે એવી રજુઆતો કરેલ કે સ્થળ રોજકામ ખોટી રીતે કરવામાં આવેલ છે. તથા જરૂરી પક્ષકારોને જોડેલ નથી. તથા ખરી હકીકતે કુદરતી પાણીના નીકાલની જગ્યા અન્ય આસામીઓની ખેતીની જમીનમાંથી છે. તથા તે રસ્તો બંધ કરી દીધેલ હોવાથી હરીલાલ વિરાણી સામે રાગ-દ્રેશ રાખી ખોટો કેશ કરેલ હોવાની  દલીલો કરેલ. જે દલીલો પ્રાંત અધિકારી (શહેર) દ્રારા ગ્રાહ રાખી હુકમમાં મહત્વના ફાઈન્ડીંગ આપી કેશ મામલતદાર કાલાવડને ફરીથી નિર્ણય માટે રીમાંડ કરેલ છે. આ કેશમાં અરજદાર તરફે  ધારાશાસ્ત્રી ગિરિરાજસિંહ કે. જાડેજા એડવોકેટ એન્ડ નોટરી તથા વિશ્ર્વજીતસિંહ કે. જાડેજા રોકાયા છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: ધ્રોલમાં પતિની આત્મહત્યાના આઘાતથી પત્ની પણ કૂવામાં કૂદી

    November 7, 2025
    જામનગર

    Jamnagar: ધંધામાં ભાગીદાર બનાવવાની લાલચ આપી રૂપિયા 35 લાખની છેતરપિંડી

    November 7, 2025
    જામનગર

    Jamnagar: ગુરુનાનકદેવજીની 556મી જન્મ જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

    November 5, 2025
    જામનગર

    Jamnagar: બાંધકામના ધંધાર્થી ઉપર 11 શખ્સોનો હુમલો

    November 5, 2025
    જામનગર

    જામનગર-રાજકોટ હાઇવે પર ફલ્લાના પાટીયા પાસે બની હીટ એન્ડ રનની ઘટના

    November 4, 2025
    જામનગર

    Jamnagar ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા ગળેફાંસો ખાઇ તરૂણીનો આપઘાત

    November 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    શટડાઉન ઉકેલના સંકેત અને ટ્રેડ ડીલની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં તેજી…!!!

    November 11, 2025

    Delhi Blast ની ઘટનાને લઈને આમિર ખાન-અલ્લૂ અર્જુન સહિતના સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું

    November 11, 2025

    Bihar માં અંતિમ તબકકામાં પણ ભારે મતદાન

    November 11, 2025

    Gondal yardમાં ગોંડલીયા મરચાની સિઝનની સૌપ્રથમ 3000 ભારીની આવક

    November 11, 2025

    Shah Rukh Khanની આગામી ફિલ્મ `કિંગ’ ભારતની સૌથી મોંઘી ફિલ્મ બની

    November 11, 2025

    Rajkot: પૂર્વ પત્નીએ દુષ્કર્મની ખોટી અરજી કરતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો

    November 11, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શટડાઉન ઉકેલના સંકેત અને ટ્રેડ ડીલની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં તેજી…!!!

    November 11, 2025

    Delhi Blast ની ઘટનાને લઈને આમિર ખાન-અલ્લૂ અર્જુન સહિતના સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું

    November 11, 2025

    Bihar માં અંતિમ તબકકામાં પણ ભારે મતદાન

    November 11, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.