Jamnagar, તા ૧૬,
જામનગરના માધાપર ભુંગા વિસ્તારમાં રહેતો અને માછીમારી કરતો મહેબૂબ કરીમભાઈ કુંગડા નામનો માછીમાર યુવાન જામનગર નજીક બેડીના દરિયા વિસ્તારમાં આવેલા પીરોટોન ટાપુ પર જવા માટે તંત્રનો પ્રતિબંધ હોવા છતાં તેનો ભંગ કરીને પોતાના પરિવાર સાથે બોટ મારફતે પીરોટન ટાપુ પર પહોંચ્યો હતો, અને ત્યાં દરગાહે દર્શન કરવા માટે ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
જેથી જામનગરના બેડી મરિન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ દિલીપસિંહ ઝાલાએ તેની સામે જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ બદલ ગુન્હો દાખલ કર્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.