Jamnagar,તા.30
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા એક પરિપત્ર મુજબ, ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંઘના નિધનને પગલે કેન્દ્ર સરકાર દ્વારા સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
આ નિર્ણયને ધ્યાનમાં રાખીને, યુનિવર્સિટીએ 31 ડિસેમ્બર, 2024ના રોજ યોજાનાર 29મો પદવીદાન સમારોહ હાલ પૂરતો મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે.
યુનિવર્સિટીએ જણાવ્યું છે કે, નવા ક્યા સમયે પદવીદાન સમારોહ યોજાશે, તે અંગેની જાણકારી વિદ્યાર્થીઓ અને અન્ય સંબંધિત પક્ષોને બાદમાં આપવામાં આવશે.
આ નિર્ણય પાછળનું કારણ એ છે કે, દેશના ભૂતપૂર્વ વડાપ્રધાનના અવસાનને પગલે દેશમાં શોકનું વાતાવરણ છે. આવા સંજોગોમાં પદવીદાન સમારોહ જેવો ઉજવણીનો કાર્યક્રમ યોજવો યોગ્ય નથી. યુનિવર્સિટીએ આ નિર્ણય સહકારથી સ્વીકારવા અપીલ કરી છે.