Jamnagar, તા.28
જામનગર શહેરમાં ચાલતા બ્યુટીફીકેશન ની કામગીરી નું આજે મ્યુનિ. કમિશનર દ્વારા વિવિધ વિભાગ ના અધિકારીઓ ને સાથે રાખી ને નિરીક્ષણ કામગીરી કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલીકા દ્વારા ચાલતા બ્યુટીફિકેશન, સફાઈ ઉપરાંત ના ચાલતા કામ નું આજે મ્યુનિ. કમિશનરે સંબંધિત વિભાગના અધિકારીઓ ને સાથે રાખી નિરીક્ષણ કર્યું હતું.
જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા બ્યુટીફિકેશનનું અને સઘન સફાઈ ઝુંબેશ કામગીરી ચાલી રહી છે, જ્યારે આજે મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ શહેરમાં ચાલતા વિવિધ કામોનું નિરક્ષણ કર્યું હતું. સવારે ૯ વાગ્યે જોગર્સ પાર્ક થી નિરીક્ષણ કામગીરી નો પ્રારંભ થયો હતો. આ પછી શરૂસેક્શન રોડ, સાત રસ્તા, હરિયા કોલેજ રોડ, રીંગરોડ, ઠેબા ચોકડી, રાધિકા સ્કૂલ, હાપા માર્કેટ યાર્ડ સહિત ના વિસ્તારમાં ચાલતા કામ નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પછી ઢોરના ડબ્બાની અને. ડમ્પીંગ સાઈટ ની પણ વિઝીટ કરી હતી અને સંબંધિત વિભાગના અધિકારીને જરૂરી સૂચના આપી હતી.
મ્યુનિ. કમિશનર ડી એન.મોદી સાથે ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, ઉપરાંત અન્ય અધિકારીઓ ભાવેશ જાની, રાજીવ જાની, શ્રી પાઠક, સોલીડ વેસ્ટ શાખા ના મુકેશ વરણવા અને શ્રી કટેશિયા, એસ્ટેટ વિભાગના એન.આર. દિક્ષીત, સિવિલ અને ટીપીઓ વિભાગ ના ઉર્મિશ દેસાઈ, સિક્યોરીટી ના સુનિલ ભાનુશાળી વગેરે પણ જોડાયા હતા.