Jamnagarતા.24
કાલાવડ ગ્રામ્ય પોલીસ મોટાવડાળા ગામેથી પાના ટીંચી રહેલાં ત્રણ શખ્સોને ઝડપી લઇ રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના સ્ટાફે મોટાવડાળા ગામમાં ચોરા પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમી રહેલાં મહેશભાઇ વિનુભાઇ કોટડિયા (ઉ.વ.37), મોહિનભાઇ વલીમામદભાઇ મોગલ (ઉ.વ.25) અને દિલાવરભાઇ અજીતભાઇ મોગલ (ઉ.વ.34) (રહે.તમામ મોટાવડાળા, તા.કાલાવડ) નામના ત્રણ શખ્સોને ઝડપી પાડી તમામના કબ્જામાંથી રૂા.11,400 ની રોકડ જપ્ત કરી ત્રણેય શખ્સો સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.