Jamnagar તા.૧૪
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટુકડીએ ચોક્કસ બાતમીના આધારે રાજીવ નગર વિસ્તારમાં એક મકાન પર દરોડો પાડી મકાનમાંથી ૪૪ નંગ નાની ઇંગ્લિશ દારૂની બાટલી કબજે કરી છે, જ્યારે દારૂનો ધંધાર્થી ભાગી છૂટ્યો હોવાથી તેની શોધ ખોળ ચલાવવામાં આવી રહી છે.રાજીવ નગરમાં રહેતા નયન ચીમનભાઈ પરમાર નામના શખ્સ દ્વારા પોતાના મકાનમાં ઈંગ્લીશ દારૂ ઉતાર્યો હોવાની બાતમી મળી હતી, આથી પોલીસે તે મકાન પર દરોડો પાડયો હતો. જે દરમિયાન તે મકાનમાંથી રૂપિયા ૪૪૦૦ની કિંમત ની ઇંગ્લિશ દારૂની નાની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો જે કબજે કર્યો છે, અને દારૂના ધંધાથી નયનને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.