Jamnagar તા.૩૦
જામનગર- લાલપુર બાયપાસ રોડ પર દરેડ એપલ ગેટ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક મર્સિડીઝ કારના ચાલકે સામેથી આવી રહેલા એક બાઈકને ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક પર બેઠેલા બંને યુવાનો ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા, અને બેશુદ્ધ બનીને માર્ગ પર પડ્યા હતા. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા ટ્રાફિક શાખાના પી.એસ.આઇ. એ. એ. ચોવટ તેમજ સ્ટાફના મહેન્દ્રસિંહ ઝાલા, પારસ ફલીયા, રામસિંગ ગોહિલ વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને સૌ પ્રથમ ૧૦૮ ની ટુકડીને સ્થળ પર બોલાવી લીધી હતી, અને બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડવા માટેની વ્યવસ્થા કરાવી હતી. ત્યારબાદ માર્ગ પર રહેલા વાહનોને દૂર કરાવી વાવહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો. આ અકસ્માતની જાણ થતાં પંચકોશી બી. ડિવિઝનના પોલીસ ઇન્સ્પેકટર વીરેન રાઠોડ તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયા છે, અને સમગ્ર અકસ્માતમ મામલે વધુ તપાસ હાથ ધરી છે.