Jamnagar તા ૨૦,
જામનગરમાં લીમડાલેન ના કોર્નર થી લાલ બંગલા તરફ જવા માટેનો વન-વે માર્ગ બનાવેલો છે, તેમ છતાં લાલ બંગલા તરફથી અનેક વાહનચાલકો બેધડક રોંગ સાઈડમાં આવતા જાય છે. લાલ બંગલા પાસે ડિવાઇડરો મારી દેવામાં આવ્યા છે, વિશેષ સુચના સાથેના બોર્ડ લગાવેલા છે, તેમ છતાંય તે બધાને પાર કરીને અનેક વાહન ચાલકો ટ્રાફિક નિયમનનો ભંગ કરીને રોંગ સાઈડમાં આવી રહયા છે.
જેને લઈને આજે સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી, અને મહિલા પોલીસ કર્મચારી સહિતની ટુકડીને લીમડાલેન કોર્નર પર મૂકી દેવામાં આવી હતી .
જે દરમિયાન રોંગ સાઈડમાં આવેલા ૨૫થી વધુ વાહન ચાલકો પોલીસની ઝપટે ચડી ગયા હતા, અને તેઓ પાસેથી હાજર દંડ વસૂલવામાં આવ્યો હતો.