Jamnagar,
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં શિયાળાના દિવસો દરમિયાન વાહન ઉઠાવગીર ટોળકી સક્રિય બની છે, અને જામનગર શહેરમાંથી એક બાઈક તેમજ સિક્કા પાટીયા નજીકથી એક બાઈકની કોઈ તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
જામનગરમાં શિવ ટાઉનશિપમાં રહેતા વિવેકાનંદ શાંતિલાલ જોશી નામના યુવાને સમર્પણ સર્કલ પાસે પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ડુપ્લીકેટ ચાવી વડે ચાલુ કરી હંકારી ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસમાં નોંધાવી છે.
આ ઉપરાંત જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતા સુરેશભાઈ સિંધાભાઈ ગમારા નામના ભરવાડ યુવાને સિક્કા પાટીયા પાસે પાર્ક કરેલું પોતાનો બાઈક કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. જે મામલે સિક્કા પોલીસ તપાસ ચલાવે છે.