Jamnagar,તા.06
જામનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સાંસદ-ધારાસભ્ય ઉપરાંત ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી-શહેર અને જિલ્લા પ્રમુખ સહિતના અગ્રણીઓએ દિલ્હીમાં દેશના ગ્રહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરીને મંથન કર્યું હતું.
ગઈકાલે નવી દિલ્હી ખાતે ભારતના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. આ સમયે ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, જામનગર જિલ્લાના સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ધારાસભ્ય મેઘજી ચાવડા, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા તથા જીલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા ઉપસ્થિત રહ્યા હતા