મિત્રતાના દાવે લીધેલી રકમ 60,000 ચૂકવવા આપેલો ચેક વગર વસુલાતે પરત ફરવાના કેસ ચાલી જતા અદાલતે આરોપીને એક વર્ષની કેદ અને ચેક મુજબ વળતર ચૂકવવા હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ જામનગર ખાતે રહેતા તેજપાલસિંહ લખુભા ગોહિલ નામના યુવાન પાસેથી મિત્રતાના દાવે યુગલ જીતેન્દ્રભાઈ હીંગોરીયા નામના યુવાને આર્થિક કારણ 60000 રૂપિયા હાથ ઉછીના લીધા હતા જે રકમ ચૂકવવા માટે આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે અદાલતમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદી ના એડવોકેટ ભાર્ગવ મહેતા દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પ્રસ્થાપિત થયેલા ચુકાદાઓ રજૂ કરવામાં આવેલા ફરિયાદ પક્ષ પોતાનો કેસ કોર્ટ સમક્ષ સાબિત કરવામાં સફળ રહેલ હોય જે ધ્યાને લઈ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી આર દવે યુગલ જીતેન્દ્ર હીંગોરીયા ને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમનો દંડ કરવામાં આવેલ છે. આરોપી દંડની રકમ ચૂકવવામાંકસુર ઠરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. ફરિયાદી વતી એડવોકેટ તરીકે ભાર્ગવ પ્રફુલચંદ્ર મહેતા રોકાયા હતા
Trending
- Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી
- Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો
- Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત
- Veraval: દુકાનમા ચોરી અને નુકસાન કરનાર આરોપીને દબોચી લીધો
- Rajkot: ભક્તિનગરમાં રીક્ષાની અડફેટે સાયકલ સવાર મોત
- Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે
- Jetpur પોલીસે ચાર ખોવાયેલા મોબાઈલ મુળ માલિકને કરાવ્યા પરત
- Jamnagar મા ચેક રિટર્ન કેસ આરોપીને એક વર્ષની કેદ