Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026

    આજનું રાશિફળ

    October 16, 2026

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
    • આજનું રાશિફળ
    • Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
    • Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
    • Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
    • Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
    • Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
    • Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarની ડેન્ટલ કોલેજના ચેક કૌભાંડમાં તપાસ કરનાર ત્રણ પોલીસ અધિકારીઓને ’શો કોઝ’ નોટિસ!
    જામનગર

    Jamnagarની ડેન્ટલ કોલેજના ચેક કૌભાંડમાં તપાસ કરનાર ત્રણ પોલીસ અધિકારીઓને ’શો કોઝ’ નોટિસ!

    Vikram RavalBy Vikram RavalJuly 22, 2026Updated:July 23, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કોર્ટે આકરા શબ્દોમાં ત્રણેય અધિકારીને ખખડાવ્યા ‘‘ડીન સીધા જ સંડોવાયેલા હોવા છતાં શા માટે છાવરવામાં આવી રહ્યા છે?‘‘

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૨

    Jamnagarની સરકારી ડેન્ટલ કોલેજમાં રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી થયેલા રૂ. ૧.૩૬ કરોડના ચેક કૌભાંડમાં જામનગર સેશન્સ કોર્ટે સૌથી મોટો અને કડક આદેશ આપ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે તપાસની દિશા પર ગંભીર સવાલો ઉઠાવીને આ કેસના ત્રણ ઇન્વેસ્ટિગેટિંગ પોલીસ અધિકારીઓ ને ’શો કોઝ’ (કારણ દર્શાવો) નોટિસ ફટકારી છે. ખુલ્લી અદાલતમાં ત્રણેય પોલીસ અધિકારીઓનો ઉધડો લેતા વેધક સવાલ કર્યો હતો કે, જ્યારે આ કેસમાં કોલેજના ડીન સીધી રીતે એક્સ્‌ક્યુઝ (આરોપી/જવાબદાર) હોવા છતાં શા માટે તેમને આરોપી બનાવવાને બદલે તેમનો સતત બચાવ કરવામાં આવી રહ્યો છે? તપાસ એજન્સીની આ શંકાસ્પદ કામગીરી સામે લાલ આંખ કરતા કોર્ટે આગામી ૨૭મી તારીખ સુધીમાં ત્રણેય અધિકારીઓને આ અંગેનો સ્પષ્ટ ખુલાસો કરવા આદેશ આપ્યો છે, જેનાથી સમગ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

    આ સમગ્ર મામલાની વિગતો તપાસીએ તો, રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી કુલ ૧૫ ચેકો દ્વારા રૂ. ૧,૩૬,૧૯,૩૫૦ જેટલી માતબર રકમ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. જોકે, એફએસએલ ના રિપોર્ટમાં એ મોટો ઘટસ્ફોટ થયો છે કે માત્ર બે જ ચેકમાં સહી જોવાની ગડબડ છે, જ્યારે બાકીના ૧૩ ચેક પર તો કોલેજના ડીનની પોતાની જ અસલ સહીઓ રહેલી છે. બચાવ પક્ષના વકીલ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, અરજદાર શોભિત ગર્ગ માત્ર એક કરાર આધારિત કર્મચારી છે અને તેને કોઈ પણ પ્રકારની નાણાકીય સત્તા કે ચેક પર સહી કરવાનો અધિકાર જ નથી. વધુમાં, બેંકના નિયમો મુજબ પાંચ લાખથી વધુની રકમના વ્યવહાર માટે ’પોઝિટિવ પે સિસ્ટમ’ અને આર.ટી.જી.એસ. ફોર્મ ભરવા ફરજિયાત હોય છે, જેમાં પણ સત્તાવાર અધિકારી એટલે કે ડીનની જ સહીઓ આવશ્યક બને છે. આમ છતાં, ડીનની સીધી સંડોવણી છુપાવીને માત્ર વહીવટી કામગીરી કરતા એક નાના કર્મચારીને બલિનો બકરો બનાવવાનું કાવતરું રચવામાં આવ્યું હોવાનું સ્પષ્ટપણે ફલિત થાય છે.

    આ કૌભાંડમાં ખોટી રીતે ફસાવી દેવા અંગે આરોપી શોભિત ગર્ગૅ પોતાની ધરપકડ થાય તે પહેલા જ જિલ્લા પોલીસ અધિક્ષક ને એક લેખિત અરજી આપી હતી. આ પત્રમાં તેણે ચોખવટ કરી હતી કે તેણે ડીનની સૂચના અને આદેશ મુજબ જ બેંકના કામકાજો કર્યા હતા અને ડીનની સહીવાળા ચેકો જમા કરાવ્યા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, ડીન દ્વારા શોભિતને રૂબરૂ બોલાવીને આ સમગ્ર ગુનાનો દોષ પોતાના માથે લઈ લેવા માટે ભારે દબાણ કરવામાં આવ્યું હતું અને જો તે કબૂલાત નહીં કરે તો તેને પોલીસના હવાલે કરી દેવાની અને તેના ભવિષ્યને નુકસાન પહોંચાડવાની સીધી ધમકીઓ પણ આપવામાં આવી હતી. આમ, ધરપકડ પૂર્વે અપાયેલી આ રક્ષણ અંગેની અરજી અને બેંકના નક્કર દસ્તાવેજી પુરાવાઓ તપાસ એજન્સી પાસે હોવા છતાં, પોલીસે ડીન સામે પગલાં લેવાને બદલે તેમને ક્લીનચીટ આપવાનો પ્રયાસ કરતા હવે સેશન્સ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે અને ૨૭મી સુધીમાં જવાબ માંગતા જવાબદાર અધિકારીઓએ ખુલાસો આપવો પડશે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarમાં જમવાનું આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સે ઇંટના ઘા ઝીંક્યા, મજૂર ગંભીર રીતે ઘાયલ
    Next Article 23 જુલાઈનું રાશિફળ
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ

    October 16, 2026
    જામનગર

    Jamnagar: લાલપુરમાં નિવૃત્ત વીજ કર્મચારીની લૂંટના ઇરાદે હત્યાના પ્રકરણમાં કામવાળી સગીરા અને તેના સાથીની સંડોવણીનો ખુલાસો

    October 16, 2026
    જામનગર

    Jamnagarમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવા બદલ વધુ એક મહિલા તબીબને રૂ. ૨૦ હજારનો દંડ

    October 15, 2026
    જામનગર

    Jamnagar: માતાના મઢ દર્શને જતા લાલપુરના મેઘપરના પરિવારની કારને ટ્રેલરની ટક્કર, મહિલાનું મોત

    October 15, 2026
    જામનગર

    Jamnagarના સણોસરા પાસે રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂકતાં કાનાલુસ પોરબંદર ટ્રેનના એન્જિન સાથે અથડાયો

    October 15, 2026
    જામનગર

    Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસમાં ૧૦૫ સ્થળે વીજચોરી પકડાઈ

    October 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,300
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹200,850
    લાઈવ રેટ્સ • અપડેટ: 17-10-2026 17:11
    Categories
    Latest News

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026

    આજનું રાશિફળ

    October 16, 2026

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026

    Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત

    October 16, 2026

    Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત

    October 16, 2026

    Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન

    October 16, 2026
    Search
    Main News

    બાંગ્લાદેશ જેવી ઘટનાઓથી પ્રેરિત વિપક્ષ દેશમાં અરાજકતા ફેલાવીને સત્તા મેળવવા માંગે છે, સંરક્ષણ મંત્રી Rajnath Singh

    October 16, 2026

    આ વર્ષે દિવાળી પર Firecrackers ખરીદવા ગ્રાહકો માટે ખૂબ મોંઘા પડી શકે છે

    October 16, 2026

    કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે ૩૦ દિવસનું Bonus મંજૂર કર્યું

    October 16, 2026

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026

    આજનું રાશિફળ

    October 16, 2026

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.